ગાંધીનગરમાં શિક્ષણ સંઘની જ્ઞાનસેતુ સ્કૂલ મામલે બેઠક મળી છે. સરકાર સાથે ચર્ચા કરવામાં આવે એ પહેલા જ આ બેઠક છે તે શિક્ષણ સંઘની કેટલીક બાબતોને લઈને યોજવામાં આવી છે.
જ્ઞાન સેતુના કેટલાક હેતુઓ છે. ત્યારે આ મામલે શૈક્ષણિક સંઘ દ્વારા વિભાગ સમક્ષ મોરચો ખોલવામાં આવ્યો છે. રાજ્યમાં જ્ઞાનસેતુ સ્કૂલ મામલે 400 સ્કૂલોમાં સામાજીક ભાગીદારી સ્થાપિત કરવામાં આવશે. ત્યારે વિદ્યાર્થીઓને લાભ આપવાની આ યોજના સાકાર થશે કેમ કેમ. જો કે, જ્ઞાનસેતુ સ્કૂલો અંતર્ગ મોટાપાયે ભરતીઓ કરવામાં આવશે., 54000થી વધુ ભરતીઓ કરવામાં આવશે. તેમાં પણ ખાસ કરીને વિવિધ અલગ અલગ ભરતીઓ આ પ્રોજેક્ટ અંતર્ગત એકથી 5 અને 6થી 8 એમ આવતા વર્ષથી કરવામાં આવશે.
સ્કૂલોમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓની ઓળખ કરવી. વિદ્યાર્થીઓને ધોરણ 6થી 12નું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું, આ ઉપરાંત દરેક તાલુકા શહેરોમાં ઓછામાં ઓછી એક જ્ઞાન સેતુ ડે સ્કૂલ હશે.