ગાંધીનગર ખાતે આવેલા પ્રદેશ ભાજપ કાર્યાલય પર સોમવારે ત્રણ જિલ્લા સંગઠનોની મહત્ત્વની બેઠક મળી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા હેઠળ અમદાવાદ, પાટણ અને સાબરકાંઠા જિલ્લા સંગઠનોની આ બેઠક યોજાઈ હતી, જેમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને મહત્ત્વની ચર્ચા કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સોમવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય પર અમદાવાદ, પાટણ અને સાબરકાંઠા જિલ્લા સંગઠનોની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં જિલ્લાના અપેક્ષિત સભ્યો, કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
‘પાર્ટીનો દરેક કાર્યકર્તા સોશિયલ મીડિયા સાથે જોડાય’
આ બેઠકમાં સોશિયલ મીડિયાના માધ્યમ થકી પાર્ટીની વિકાસલક્ષી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા, સંગઠનને મજબૂત કરવા સહિતના વિવિધ મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરઈ હતી. બેઠક દરમિયાન પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, અગાઉ પેજ સમિતિના માધ્યમથી કામ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી સંગઠનને જોડવા અને પાર્ટીનો દરેક કાર્યકર્તા સોશિયલ મીડિયા સાથે જોડાય તે દિશામાં આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ મામલે સી.આર.પાટીલ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.