આપના નેતાઓ દ્વારા સમગ્ર મામલાને લઈને ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.
ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયાની ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.દ્વારકામાં કૃષ્ણ ભગવાન ને લઈને કરવામાં આવેલી ટિપ્પણીને લઈને તેની સામે રોષ જોવા મળ્યો હતો અને આહીર સમાજ દ્વારા તેની સામે રોષ ઠાલવીને ફરિયાદ નોંધાઈ હતી.જેના અનુસંધાને તેની સામે કાર્યવાહી થઇ છે.
बहुत ही दुःख की बात है ! गोपाल भाई की दादी का निधन हुआ है और भाजपा पुलिस का दुरुपयोग कर रही है ! गुजरात का भाजपा मॉडल यही है ? भाजपा सरकार चाहे जितना भी जुल्म करे ! हम जनता के लिए लड़ते रहेंगे ! https://t.co/URnE33A81H
— Isudan Gadhvi (@isudan_gadhvi) December 20, 2022
તેની અટકાયત બાદ ગોપાલ ઈટાલીયા તે જામીન પર મુક્તિ કરી દેવામાં આવી છે.આ બનાવને લઈને ઈટાલીયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે,ગુજરાતની જનતા દ્વારા ભ્રષ્ટ ભાજપને પૂર્ણ બહુમતિની સરકાર આપી દેવાને કારણે નવી સરકારે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.ભાવનગર પોલીસે આજે મારી ગિરફ્તારી કરી છે મારા દાદીમાંનું કાલે નિધન થયું છે.સમગ્ર પરિવારમાં દુઃખનો માહોલ છે પરંતુ મને અરેસ્ટ કરી દેવામાં આવ્યો છે.ત્યારે આ જ કામ માટે બહુમતી મળી લાગે છે.તેવો કટાક્ષ કર્યો હતો.
તો આ બાદ આપના નેતા ઈશુદાન ગઢવીએ પણ એક ટ્વીટ કર્યું હતું અને તેણે કહ્યું હતું કે,આ ખુબજ દુઃખની વાત છે કે ગોપાલભાઈના દાદીમાનું નિધન થયું છે અને ભાજપ પોલીસનો દૂર ઉપયોગ કરી રહી છે.ગુજરાતનું ભાજપ મોડેલ આ છે? ભાજપ સરકાર ધારે એટલા જુલ્મ કરી લે અમે જનતા માટે લડતા રહીશું.
આપના નેતાઓ દ્વારા સમગ્ર મામલાને લઈને ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.