આ ખેડૂતે 1,2,3 નહીં 18 પ્રકારના ફણસની ખેતી કરી, આટલા પ્રકારના રોગ માટે ફણસ રામ બાણ સમાન
ખેડૂતે 18 પ્રકારની વેરાયટી ભેગી કરી તેના ટ્રાયલ લીધા છે. અને તેમાંથી અમુક વેરાયટીમાં ટ્રાયલમાં સફળતા મળી છે. ભારત દેશના ફણસની ખેતી મોટા ભાગે કર્ણાટક,તમિલનાડુ,ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, કેરાલા અને મહારાષ્ટ્ર, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં જોવા મળે છે
જિલ્લાના વાલિયા તાલુકાના ભરાડીયા ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ નાથુભાઈ પટેલે પોતાની 21 એકર જમીનમાં અલગ અલગ પ્રકારના 18 જાતના ફણસની ખેતી કરી રહ્યા છે. ખેડૂત છેલ્લા 23 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ભારત દેશના ફણસની ખેતી મોટા ભાગે કર્ણાટક,તમિલનાડુ,ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, કેરાલા અને મહારાષ્ટ્ર, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં જોવા મળે છે
ખેડૂતે ફણસની 18 પ્રકારની વેરાયટીમાં સફળ પ્રયોગ કર્યો
ખેડૂતે 18 પ્રકારની વેરાયટી ભેગી કરી તેના ટ્રાયલ લીધા છે. અને તેમાંથી અમુક વેરાયટીમાં ટ્રાયલમાં સફળતા મળી છે. ખેડૂતે અલગ જ પ્રકારના ફણસની ટ્રાયલ કરી છે. પહેલાના ખેડૂતોએ ઉગાડેલા ફણસને દિવેલ લગાવી કાઢવું પડતું હતું.
જો કે હાલ ખેડૂતે ઉગાડેલા ફણસમાં દિવેલ ચોપડવાની જરૂર રહેતી નથી. ખેડૂતે ઉગાડેલા ફણસની સાઈઝ પણ સારી છે. તેનો ટેસ્ટ પણ અલગ છે. ખેડૂતે ઉગાડેલા ફણસનું કોમર્શિયલ માર્કેટ પણ સારું છે. પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ નાથુભાઈ પટેલે અભ્યાસમાં બી.કોમ અને એમ્બ્રોઇડરીનો કોર્સ પૂર્ણ કર્યો છે. ખેડૂતે થોડો સમય નોકરી કરી ત્યારબાદ તે છોડી ખેતીમાં ઝંપલાવી દીધું છે.
ભારત દેશના ફણસની ખેતી મોટા ભાગે કર્ણાટક,તમિલનાડુ,ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, કેરાલા અને મહારાષ્ટ્ર, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં જોવા મળે છે પરંતુ વાલિયા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતે એક નહીં પરંતુ 18 જાતના ફણસની ખેતી કરી સૌ કોઈ ખેડૂતોને વિચારતા કરી દીધા છે તેઓ કરેલ ફણસ વિદેશી અને દેશી પ્રકારના છે.જેમાં છોડ નાનો હોય ત્યાંથી જ તેનું ઉત્પાદન શરૂ થઈ જતું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું.
ફણસને આરોગવાથી માથાનો દુખાવો,નસકોરી ફૂટતી હોય તેમાં રાહત મળતી હોવા સાથે ભૂખ વધારવા,ઝાડા રોકવા અને થાઇરોઇડમાં ફાયદા કારક, કોલેરા રોગમાં રાહત આપવા સહિત અનેક રીતે ફણસ ફાયદાકારક છે. વજન ઘટાડવા અને કબજિયાત દૂર કરવા માટે પણ ફાયદેમંદ છે.