શહેરના મધુરમ બાયપાસ પર આવેલી આંગન ટાઉનશીપમાં રહેતા અને મોતીબાગ નજીક આવેલી એક્સિસ બેન્કના લોન વિભાગમા નોકરી કરતા રાહુલ વજુભાઈ ડાંગર ઉંમર વર્ષ 28 તારીખ 14/11/2022 ના પોતાની ફરજ પર હતા ત્યારે google ખોલી તેમાં ટોપ ટ્રેડિંગ ઓ.એલ. સાઈડ સર્ચ કરતા તેમાં અજાણ્યા નંબર મળ્યા હતા તેમાં ક્લિક કરતા ઓટોમેટીક મેસેજ ટ્રાન્સફર થયો હતો બીજા દિવસે એક મેસેજ આવ્યો હતો જેમાં એમેઝોન કંપનીનો પ્રોગ્રામ મેનેજર અબી ગિલ છું એમ કહી રાહુલ ડાંગરના બાયોડેટા વિશે પૂછપરછ કરી હતી whatsapp માં આ શખ્શે વધુ પૈસા કમાવવા કહી અમે ટાસ્ક આપીએ તે પૂરો કરો તો ત્રણ હજાર આપીશું તેમ કહી લિંક મોકલી હતી તેના ડિપોઝિટ પેટે ₹300 ભરવા જણાવ્યું હતું આથી રાહુલભાઈએ તે રકમ ઓનલાઈન ભરપાઈ કરી હતી ત્યારબાદ ટેલિગ્રામમાં વાત થતી હતી બાદમાં આ ગઠિયાઓએ અલગ અલગ ટાસ્ક પૂર્ણ કરવા માટે લાલચ આપી રાહુલભાઈ પાસેથી 300, 1800,3500, 5200, 51000,15000 એમ મળી કુલ 15 11 2022 થી 18 11 2022 દરમિયાન કુલ 2.24 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ અંગે અરજી આપવામાં આવી હતી આ અંગે ફરિયાદ થતા આજે સાયબર સેલ પોલીસે અજાણા શખ્સો સામે ઓનલાઇન છેતરપિંડી અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી