July 5, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બિઝનેસ
  • મોરબી:GPBSની પ્રમોશન ઇવેન્ટમાં મંત્રી રૂપાલાએ કહ્યું: આગામી સમયમાં દેશનું અર્થતંત્ર ગોબર-ગૌમૂત્ર આધારિત ઉદ્યોગ સાથે વેગ પકડશે.’
બિઝનેસ

મોરબી:GPBSની પ્રમોશન ઇવેન્ટમાં મંત્રી રૂપાલાએ કહ્યું: આગામી સમયમાં દેશનું અર્થતંત્ર ગોબર-ગૌમૂત્ર આધારિત ઉદ્યોગ સાથે વેગ પકડશે.’

by gujarat paheredarMay 8, 20230
શેર 0

મોરબી:GPBSની પ્રમોશન ઇવેન્ટમાં મંત્રી રૂપાલાએ કહ્યું: આગામી સમયમાં દેશનું અર્થતંત્ર ગોબર-ગૌમૂત્ર આધારિત ઉદ્યોગ સાથે વેગ પકડશે.’

સરદારધામ દ્વારા મિશન 2026 અંતર્ગત રાજ્ય સરકારના વાયબ્રન્ટ ગુજરાત સમકક્ષ દર બે વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવામાં આવે છે. જેને GPBS તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે આગામી 7થી 10 જાન્યુઆરી,2024ના રોજ રાજકોટ ખાતે ગ્લોબલ પાટીદાર સમિટ યોજાનાર છે.તેની પ્રમોશનલ ઇવેન્ટનું ચતુર્થ ચરણ મોરબી જિલ્લામાં યોજાયું હતું.

Advertisement

મોરબીના  સ્કાય મોલ ખાતે  ગ્લોબલ પાટીદાર સમિટની પ્રમોશનલ ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મત્સ્યપાલન પશુપાલન અને ડેરી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી બાદ સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક ફૂડની માંગ વઘી છે. લોકોમાં એ પ્રકારની સમજ પણ કેળવાઈ છે કે કેવા પ્રકારના ખાનપાન કરવા જોઈએ અને કેવા નહીં. તેના અનુસંધાને તથા પીએમ મોદીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની જાહેરાતને ધ્યાને લઈને જ્યારે વિકાસની વાત કરીએ તો એ બધું ગાય માતા વિના શક્ય નથી. પરંપરાગત નિયમ પ્રમાણે ભારત ગાય આધારિત ખેતી કરનારો દેશ હતો. કાળક્રમે પરિવર્તનો આવ્યા અને ગાય આધારિત ખેતીનો ખ્યાલ ઘટતો ગયો ત્યારે હવે ફરીથી એ દિશામાં સૌ અગ્રેસર થયા છીએ. દેશી ગૌવંશને કારણે જ પરંપરાગત ખેતી થઈ શકે અને ભારતના ખેડૂતનો વિકાસ થશે ત્યારે લોકોને ખેડૂતોને ગાય આધારિત ખેતી તરફ વાળવા માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. હવે તો મોટાભાગના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. લોકો દેશી ગૌ વંશના વિકાસમાં અને સંવર્ધનમાં આગળ વધી રહ્યા છે. ભવિષ્યમાં ગાયના દૂધને બદલે ગૌમૂત્ર અને  ગોબર આધારિત ઉદ્યોગની પણ વિશાળ તકો ઊભી થઈ રહી છે અને ભવિષ્યમાં દૂધના માર્કેટની સાથે ગોબર અને ગૌમૂત્રનું માર્કેટ ઊભું થશે ત્યારે ભારતનું અર્થતંત્ર ગોબર-ગૌમૂત્ર આધારિત પ્રોડક્ટ સાથે વેગ પકડશે. તેવું તેમણે જણાવ્યું હતું

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે 2024 માં સરદાર ધામ દ્વારા જ ગ્લોબલ પાટીદાર એક્સપો થવાનો છે. તેના અનુસંધાને હાલ મોરબીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સર્વ ક્ષેત્રના લોકો ઉપસ્થિત થયા હતા. આ સરદારધામ ટ્રસ્ટીગણ પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાનો ચોથો પ્રયાસ છે. ગગજીભાઈ પહેલા પણ આ પ્રકારની ઇવેન્ટનું આયોજન કર્યું છે. પાટીદાર સમાજને માધ્યમ બનાવીને, પાટીદાર સમાજના ઉદ્યોગ રત્નોને એકત્ર કરીને એક મંચ પૂરું પાડીને માત્ર પાટીદાર જ નહીં પરંતુ તમામ સમાજનો વિકાસ કરવો એ વિચાર ઉત્તમ છે અને આ વિશાળ આયોજનને મારી શુભકામના છે  તથા આ મંચ દ્વારા તમામ સમાજનો વિકાસ કઈ રીતે થઈ શકે એ વિચાર પણ બિરદાવવા લાયક છે. તેવું તેમણે જણાવ્યું હતું

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજન ભવિષ્યમાં પણ થવા જોઈએ કારણ કે ઉદ્યોગકારોને માર્કેટિંગ કરવા માટે, બિઝનેસ કરવા માટે, અન્ય દેશોના ખરીદદારોને પોતાની સાથે જોડવાનું, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વ્યવસાયનો વ્યાપ વધારવાનો તથા સંપર્કો અને સંબંધો વિકસાવવાનો એક મંચ મળવો જોઈએ ત્યારે આ ઉપક્રમે હું આયોજકોને ધન્યવાદ પાઠવું છું.  તેવું તેમણે જણાવ્યું હતું

આ તકે સરદારધામ ટ્રસ્ટીગણ પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, રદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ 2024 માટે મોરબીમાં પ્રમોશનલ શો યોજાયો હતો.  જે અંતર્ગત સરદાર ધામ દ્વારા યુવા શક્તિના વિકાસ માટે તથા યુવાનો દેશ અને દુનિયા સાથે તાલ મિલાવવા વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી શકે, તેઓ નવી તકોને ઝડપી શકે એ માટે સમયાંતરે ગ્લોબલ પાટીદાર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર ધામનો ગ્લોબલ શબ્દ ટૂંક સમયમાં ચરિતાર્થ થશે જ્યારે અમેરિકા ખાતે આ પ્રકારની પાટીદાર સમિટનું આગામી સમયમાં આયોજન થશે તેની હાલ મોરબી ખાતે પ્રમોશન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.  સમગ્ર સૌરાષ્ટ્રની જોડવા માટે સરદારધામ સર્વ સમાજ માટે પણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. સ્પોન્સરથી માંડીને વિઝીટર સુધીની તમામ સવલત સરદાર ધામ પુરી પાડે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરદાર ધામ માત્ર આયોજક અને પ્રયોજક છે ત્યારે સર્વ સમાજને આ સમિટમાં જોડાવા સરદાર ધામ આમંત્રણ પૂરું પાડે છે. 2022ની સમિટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે 38% ભાગીદારી દર્શાવી હતી ત્યારે અમને ખાતરી છે કે આગામી ઇવેન્ટ માટે સરકારની 40% જેટલી ભાગીદારી રહેશે. આ ઈવેન્ટમાં સરકાર,સમાજ અને ઉદ્યોગપતિઓના એકત્રીકરણથી સમાજ નિર્માણનો ઉદ્દેશ્ય સાકાર થશે. અમે નવા ભારતનું નિર્માણ કરવા માટે તત્પર થયા છીએ.સરદાર ધામ સર્વ જગતને એ વાતની ખાતરી આપે છે કે, વિકાસ એ યુવા શક્તિનો ધ્યેય છે ત્યારે સરદાર ધામ યુવા શક્તિને એ માટેનું નવી તકો સર્જતું પ્લેટફોર્મ પૂરું પાડશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આ પ્રમોશનલ શોમાં મોરબીમાં પાટીદાર સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો શરૂ થાય તે અંગે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ અને સરદારધામ વચ્ચે એમઓયું થયા હતા. જીપીબીએસમાં સિરામિક ઉદ્યોગ માટે બે ડોમ રાખવામાં આવશે.

નોંધનીય છે કે, ગ્લોબલ પાટીદાર સમિટના કન્વીનર નીલેશભાઈ જેતપરિયા, ગોવિંદભાઈ વરમોરા, જેરામભાઈ વાંસજાળીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, આરએસએસના પશ્ચિમ સરસંઘચાલક જયંતીભાઈ ભાડેસિયા, હંસરાજભાઈ ગજેરા, સહિતના અનેકવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શેર 0
અગાઉની પોસ્ટ
સેલવાસમાં સ્માર્ટ સીટી બસમાં કંડક્ટરની નોકરી કરતી યુવતીએ ચોરીના આરોપથી હતાશ થઈ આપઘાત કરી લેતા ચકચાર
આગામી પોસ્ટ
ભારતીય વાયુસેનાનું MiG-21 રાજસ્થાનના હનુમાનગઢમાં ક્રેશ; દુર્ઘટનામાં 2 ગ્રામીણોના મોત
gujarat paheredar

Related posts

ચમક ફિક્કી પડી / સોના અને ચાંદી થઈ સસ્તી, જાણો ગોલ્ડ-સિલ્વર ખરીદવા પર કેટલા રૂપિયા બચશે

gujarat paheredarApril 10, 2023

ડિમોલિશન: રાજકોટમાં કોઠારીયા ચોકડી પાસે ટી.પી.રોડ પસાર હતો હોવાથી 30 મિલકતો પર તંત્રનું બોલડોઝર ફર્યું

AdminMarch 30, 2022

શેર બજાર સંબંધિત નિયમોમાં SEBIએ કર્યો ફેરફાર, રોકાણ કરતા પહેલા આ સમાચાર અવશ્ય વાંચી લો

gujarat paheredarFebruary 17, 2023

નાણાકીય વર્ષ 2023-24માં ચાલુ રહી શકે છે ભારતના વિકાસ દરની ગતિ, RBIના રિપોર્ટમાં દાવો

gujarat paheredarMay 30, 2023

રિટાયરમેન્ટની ચિંતા સતાવી રહી છે? ઉપલબ્ધ છે આ 5 રોકાણ યોજનાઓ

gujarat paheredarAugust 23, 2023

પોસ્ટ ઓફિસની આ સ્કીમથી દર મહિને થાય છે કમાણી, રિટર્ન પણ શાનદાર, જાણો પૈસા રોકવાની સંપૂર્ણ રીત

gujarat paheredarSeptember 10, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Best Non Gamstop Casinos: Best Withdrawal Methods

AdminJune 25, 2026June 26, 2026
June 25, 2026June 26, 20260

Ninja Casino Boonuskood: Parimad Pakkumised Ja Kuidas Neid Kasutada

AdminJune 25, 2026June 27, 2026
June 25, 2026June 27, 20260

Kako získať exkluzívny casinia bonus a zvýšiť svoje šance na výhru

AdminJune 25, 2026June 27, 2026
June 25, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno
  • Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können
  • Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält
  • Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139464
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક