Cheapest Gold Loan: ગોલ્ડ લોન અન્ય લોન કરતાં વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે. આ લોન વ્યક્તિને ઓછા વ્યાજ દરે વધુ રકમ આપે છે. જો તમે પણ ગોલ્ડ લોન લેવા માગો છો, તો તમે નજીકની કોઈપણ બેંકમાં જઈને આ કામ કરી શકો છો. જો કે, તેના માટે તમારે કેટલીક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
ગોલ્ડ લોનને સુરક્ષિત લોન ગણવામાં આવે છે કારણ કે બેંકો સોના સામે લોન એકાઉન્ટ ઓફર કરે છે. આવી લોન મેળવવામાં વધુ સમય લાગતો નથી અને પ્રક્રિયા પણ સરળ છે. મોટાભાગની બેંકો અને નાણાકીય બેંકો લોનના રૂપમાં સોના પર રૂપિયા આપે છે. જો કે, ધિરાણ આપતી બેંકો સોનાની વર્તમાન કિંમતની ગણતરી કર્યા પછી જ લોનની રકમ ઓફર કરે છે. અહીં એવી પાંચ બેંકો વિશે માહિતી આપવામાં આવી છે, જે સસ્તી ગોલ્ડ લોન આપે છે.
કઈ – કઈ બેંક આપી રહી છે સસ્તી ગોલ્ડ લોન
- HDFC બેંક સોના પર 7.20 ટકાથી લઈ 16.50 ટકા સુધીનું વ્યાજ વસૂલે છે અને પ્રોસેસિંગ ફી 1 ટકા છે.
- કોટક મહિન્દ્રા બેંક સોના પર 8 ટકાથી 17 ટકા વ્યાજ વસૂલ કરે છે અને પ્રોસેસિંગ ચાર્જ 2 ટકા + GST છે.
- સાઉથ ઈન્ડિયન બેંક 8.25 ટકાથી લઈને 19 ટકા સુધી વ્યાજ વસૂલે છે.
- સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 8.45 ટકાથી 8.55 ટકા સુધીનું વ્યાજ વસૂલે છે અને લોનના 0.5 ટકા પ્રોસેસિંગ ચાર્જ પણ છે.
- ફેડરલ બેંક ગોલ્ડ લોન પર 9.49 ટકા વ્યાજ વસૂલે છે.
ગોલ્ડ લોનની અમાઉન્ટ
કોઈપણ બેંક સોનાની કુલ રકમના 75 થી 90 ટકા સોનાની સામે લોન લેનારા યુઝર્સને આપે છે. તમે તમારી જરૂરિયાત મુજબ સોના સામે લોન લઈ શકો છો.
કયો ટેન્યોર યોગ્ય રહેશે
જો તમે ગોલ્ડ લોન લેવા જઈ રહ્યા છો, તો તમારે એ જ ટેન્યોર પસંદ કરવો જોઈએ જે દરમિયાન તમે તમારી લોનની રકમ ચૂકવી શકો છો. આ સાથે કાર્યકાળ પણ EMI અનુસાર પસંદ કરવો જોઈએ.
એક્સ્ટ્રા ચાર્જ
જો તમે ગોલ્ડ લોન લેવા જઈ રહ્યા છો, તો જાણો તે બેંક દ્વારા આપવામાં આવી રહેલી ઓફને જાણી લેજો. તેની સાથે તમારે લોન પર લેવામાં આવતા ચાર્જ વગેરે વિશે પણ જાણવું જોઈએ. ગોલ્ડ લોન યુઝર્સે પ્રોસેસિંગ ફી, પેપરવર્ક, EMI બાઉન્સ, લેટ પેમેન્ટ વગેરે વિશે વિગતવાર જાણવું જોઈએ.