June 26, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • આદિજાતિ ડાંગ જિલ્લાના ૨૭૯ ગામોમાં સરફેસ સોર્સથી પાણી આપવા રૂ. ૮૬૬ કરોડની યોજના જાહેર
ગુજરાત

આદિજાતિ ડાંગ જિલ્લાના ૨૭૯ ગામોમાં સરફેસ સોર્સથી પાણી આપવા રૂ. ૮૬૬ કરોડની યોજના જાહેર

by gujarat paheredarAugust 16, 20230
શેર 0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ગરિમામય ઉજવણીમાં વલસાડ ખાતે ગઈકાલે ધ્વજવંદન અને રાષ્ટ્રવંદના કર્યા હતા. તેમણે ખૂલ્લી જીપમાં સવાર થઈ ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રીએ વિશાળ જનમેદનીને સંબોધતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમૃતકાળને કર્તવ્યકાળ બનાવવા આપેલા પંચ પ્રણમાં ગુજરાત ઉત્કૃષ્ટ યોગદાન આપવા પ્રતિબધ્ધ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પ્રેરણાત્મક પ્રવચનમાં કહ્યું કે, આઝાદી-સ્વરાજ્ય માટે જીવન ખપાવી દેનારા વીર શહીદોના ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજીત કરવાના સ્વપ્નને વડાપ્રધાનના નેતૃત્વમાં હવે દેશ સુરાજ્ય-ગુડ ગવર્નન્સને ચરિતાર્થ કરી રહ્યો છે. રાજ્યના નાગરિકોને સ્વાતંત્ર્યના પાવન પર્વની શુભકામનાઓ પાઠવતા તેમણે ઉમેર્યું કે, વતનની માટીનું ગૌરવગાન કરવાના ‘‘મારી માટી, મારો દેશ’’ અભિયાન અને રાષ્ટ્રની અસ્મિતાના ગૌરવ ઉજાગર કરવાના માર્ગે ચાલીને ગુજરાત અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે પણ અગ્રેસર રહેવા સંકલ્પબધ્ધ બન્યું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યની ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યથી વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારત માટે આ વર્ષે ૩ લાખ કરોડનું ઐતિહાસિક બજેટ આપીને પંચસ્તંભ આધારિત વિકાસનો રોડમેપ કંડાર્યો છે.

Advertisement

મુખ્યમંત્રીએ ગરીબ અને જરૂરતમંદ વર્ગો માટે પાયાની સુવિધા સહિત સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સુવિધાનો વિકાસ, કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીથ ગ્રોથ એમ પાંચ વિકાસ સ્તંભની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ સાથે સંતુલન સાધીને વિકાસનો-ગ્રીન ગ્રોથનો જે મંત્ર વડાપ્રધાનશ્રીએ આપ્યો છે, તે ગુજરાત 5G થી ભલિ ભાંતિ સાકાર કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીએ ગુજરાતના આ 5G વિકાસની વિશદ છણાવટ કરતાં કહ્યું કે, ગરવું ગુજરાત ગતિશીલ ગુજરાત, ગુણવંતુ ગુજરાત અને ગ્લોબલ ગુજરાત એમ રાજ્યના 4Gમાં હવે ગ્રીન ગુજરાતથી 5G બનાવીશું. આ હેતુસર ગ્રીન ક્લીન એનર્જી દ્વારા ગ્રીન ગ્રોથ માટે રાજ્યમાં વિરાટ પ્રોજેકટ શરૂ થયા છે, એમ તેમણે ઉમેર્યું હતું. કચ્છના ખાવડા નજીક ૩૦ ગીગાવોટનો હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઇ રહ્યો છે. એટલું જ નહીં, ૧૦,૧૨૩ મેગાવોટની વિન્ડ એનર્જી ઇન્સ્ટોલ્ડ કેપેસિટી સાથે ગુજરાત દેશમાં પ્રથમ છે, એમ પણ ભૂપેન્દ્ર પટેલે ગૌરવસહ જણાવ્યું હતું.

ગુજરાતે પરંપરાગત ઈંધણથી ચાલતા વાહનોને બદલે ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા EV પોલિસી અમલમાં મૂકી છે, તેની વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં ૮૫ હજારથી વધુ EV વાહન વપરાશકારોને રૂ. ૨૧૫ કરોડથી વધુની સબસિડી રાજ્ય સરકારે આપી છે. મુખ્યમંત્રીએ આદિજાતિ ડાંગ જિલ્લાના ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગો, આદિજાતિઓને પાયાની સુવિધા પૂરી પાડવા માટે બજેટના પ્રથમ સ્તંભને અનુરૂપ એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી. જેમાં ડાંગ જિલ્લાના ૨૭૯ ગામોની ભવિષ્યની વસ્તીને સરફેસ સોર્સ આધારિત પીવાનું પાણી પૂરું પાડવા માટે રૂ. ૮૬૬ કરોડની યોજના મંજૂર કરી છે એમ જણાવ્યું હતું.

આ યોજના અન્વયે તાપી નદીના હાલના કાકરાપાર વિયરના ઉપરવાસમાં ઇન્ટેકવેલ બનાવી ૮૫ કિમી લાંબી બલ્ક પાઇપલાઇનથી અંદાજે ૩.૭૧ લાખ આદિજાતિ વસ્તીને રોજનું ૩૮ એમએલડી પાણી પહોંચાડવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આદિજાતિ યુવાઓને ઘરઆંગણે મેડિકલ શિક્ષણ આપવા સરકારે વલસાડ, દાહોદ, રાજપીપળા, ગોધરા જેવા વનવાસી વિસ્તારો સહિત ૮ મેડિકલ કોલેજો શરૂ કરી છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી શિક્ષણનીતિ અંતર્ગત વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને મેડિકલ જેવા પ્રોફેશનલ અભ્યાસક્રમો માતૃભાષામાં ભણી શકે એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. એન્જિનિયરિંગના વિવિધ વિષયોના પુસ્તકો ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવી એ દિશામાં ડગલું માંડી દીધું છે.

રાજ્યના યુવાનો ઉચ્ચ અભ્યાસ કરીને આગળ વધી શકે તે માટે ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ અંતર્ગત અત્યાર સુધીમાં ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૧૮૦૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર ગુજરાતમાં સલામતી, શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ વધુ મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે કામ કરી રહી હોવાનું જણાવતા ઉમેર્યુ કે, રાજ્યના પોલીસ દળનું મનોબળ વધારીને અસામાજિક તત્વો અને ડ્રગ્સ પેડલરો સહિત ગુનાખોરી અને ગુનાખોરો સામે “ઝીરો ટોલરન્સ”ની નીતિ અપનાવી છે. ડ્રગ્સ સામેની ઝુંબેશ હોય કે વ્યાજખોરોથી મુક્તિ હોય, રાજ્ય સરકારે ગુનો આચરતા તત્વો સામે કડક હાથે કામ લઈને ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સંગીન સ્થિતિ સાથે સુરાજ્યની અનુભૂતિ કરાવી છે.

તેમણે વ્યાજખોરો સામેના અસરકારક અભિયાન અંગે વિગત આપતા જણાવ્યું કે, ગરીબ નાગરિકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવા સરકારે ૪ હજાર જેટલા લોક દરબાર યોજ્યા છે. જેમાં ૧.૨૯ લાખથી વધુ લોકોએ હાજરી આપી છે. ઉપરાંત વ્યાજના વિષચક્રમાંથી લોકોને બચાવવા સરકારે ૨૨ હજારથી વધુ જરૂરિયાતમંદોને સ્વરોજગાર માટે લોન આપી છે.

મુખ્યમંત્રીએ આ વર્ષે ગુજરાત પર ત્રાટકેલા બિપરજોય વાવાઝોડા દરમ્યાન ગુજરાત સરકારે કરેલી સઘન કામગીરીનો ચિતાર આપતા જણાવ્યું કે, વાવાઝોડાની વિકટ સ્થિતિમાં ૧ લાખથી વધુ લોકોને સમયસર સલામત આશ્રયસ્થાનો પર પહોંચાડીને આ આફતનો મક્કમતાપૂર્વક સામનો કર્યો હતો. જેથી ઝીરો કેઝ્યુલ્ટી સુનિશ્ચિત કરવામાં સફળતા મળી હતી.

વડાપ્રધાનરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વને પરિણામે ભારતને G-20 સમિટની યજમાની મળી છે. ગુજરાતને પણ આ સમિટની ૧૬ થી વધુ બેઠકોનાં આયોજનનું ગૌરવ મળ્યું છે. ગુજરાતને બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટના વર્લ્ડ મેપ પર મૂકવા વડાપ્રધાનએ શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટ આજે બેંચમાર્ક બની ગઈ છે. જાન્યુઆરી-૨૦૨૪માં રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટની ૧૦ મી કડી યોજાશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાત આજે વિશ્વભરનાં રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું સ્થળ બની ગયું હોવાનું હર્ષભેર જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ભારતને સેમીકન્ડક્ટર ક્ષેત્રનું વૈશ્વિક હબ બનાવવાના વડાપ્રધાનશ્રીના વિઝનને સાકાર કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે. રાજયની પોતાની સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત છે એવુ તેમણે ગર્વથી જણાવ્યું હતું. દેશમાં સેમીકન્‍ડક્ટર ચિપ્સનો સૌપ્રથમ પ્લાન્ટ સાણંદમાં રૂ. ૨૨,૫૦૦ કરોડના રોકાણથી આકાર લેવા જઈ રહ્યો છે. નવસારીના વાંસી બોરસી ખાતે ૧૧૪૧ એકરમાં અત્યાધુનિક પી.એમ મિત્ર પાર્ક સાકાર થશે. જેના થકી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કુલ ૩ લાખ રોજગારી ઉભી થશે તેની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

વડાપ્રધાનના પંચ પ્રણની પ્રેરણા અંતર્ગત વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા, ગુલામીની માનસિકતાના નિશાનોને નાબૂદ કરવા, આપણા ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે એકજૂથ થવા અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવા સૌ પ્રતિજ્ઞાબદ્ધ બને તેવું આહ્વાન તેમણે કર્યું હતું. કાર્યક્રમ સ્થળે વાયુદળના હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. પોલીસ બેન્ડના જવાનોએ સંગીતમય રાષ્ટ્રગીત રજૂ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

આ વેળાએ બાળકો દ્વારા ડાંગી નૃત્ય, ગરબા અને દેશભક્તિ ગીતો રજૂ કરાયા હતા. ગુજરાત પોલીસના એસ.ડી.આર.એફ./એમ.ટી.એફ.નો વાવાઝોડા, પૂર, આગ જેવી આપદામાં બચાવનો ડેમો, પોલીસ તાલીમનો ડેમો, મહિલા રાયફલ ડ્રીલ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ શો,  પોલીસ દળ અશ્વ શો દ્વારા હેરતઅંગેઝ કરતબો તેમજ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેને નિહાળીને ઉપસ્થિત સૌ નાગરિકો, મહાનુભાવો મંત્રમુગ્ધ થયા હતા.

શેર 0
અગાઉની પોસ્ટ
સુરત: નાના વરાછામાં ધોળા દિવસે ચોરી, 2 લાખની રોકડ, સોના-ચાંદીના દાગીના ચોરાયા, ચોર CCTVમાં કેદ
આગામી પોસ્ટ
ડ્રીમ ગર્લ 2 માં અનન્યા પાંડેની એન્ટ્રી પર આયુષ્માન ખુરાનાએ મૌન તોડ્યું, કહી આવી વાત
gujarat paheredar

Related posts

ભારત જોડો યાત્રામાં જોડાશે ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી, આવતા મહિને કાશ્મીર પહોંચશે યાત્રા

gujarat paheredarDecember 27, 2022

ગુજરાતના 35 સ્માર્ટ વિલેજમાં કચ્છના 7 હજારની વસતી ધરાવતા ભીમાસર ગામનો સમાવેશ, જાણો સ્માર્ટ વિલેજમાં કયા ગામો સમાય છે

gujarat paheredarJuly 5, 2023

દિવ્ય ભાસ્કર કરશે મોટો ધડાકો: ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનારા બિગ બ્રેકિંગ જુઓ 3 વાગ્યે દિવ્યભાસ્કર ન્યૂઝ એપ પર

AdminMarch 30, 2022

કંગાળ પાકિસ્તાનની ગરીબ વિચારસરણી, વિંગ કમાન્ડર અભિનંદનને ચા આપવાનું બિલ જારી કર્યું

gujarat paheredarMarch 2, 2023

સુરત – H3N2 વાયરસનું સંક્રમણ વધતા તંત્ર એક્શનમાં, ઈમરજન્સી કંટ્રોલ રુમ શરુ થશે

gujarat paheredarMarch 16, 2023

નાગપુરમાં ગૃહમંત્રી શાહે કહ્યું- મોદી સરકારના શાસનમાં આતંકવાદ અને ડાબેરી ઉગ્રવાદમાં 80 ટકાનો ઘટાડો થયો

gujarat paheredarFebruary 19, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132993
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક