ગરમીનો પારો અમદાવાદમાં સતત વધી રહ્યો છે ત્યારે 43થી 44 ડીગ્રી અમદાવાદ શહેરમાં ગરમીનો પારો જોવા મળે તેવી શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમી વધવાની શક્યતા છે.
ગઈકાલથી જ અમદાવાદજમાં ઓરેન્ડ એલર્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે વિવિધ જિલ્લાઓ અને શહેરમાં પણ 42 ડીગ્રી આસપાસ ગરમીનો પારો જોવા મળી શકે છે. ગરમીનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે ફરી આગઝરતી ગરમીનો સામનો કરવો પડશે. સૂકા અને ગરમ પવનો મોડી સાંજ સુધી જોવા મળતા હોય છે.
ગરમીના પ્રકોપ વચ્ચે એક તરફ બાળકો સાથે તેપરીવારો પણ વોટરપાર્કમાં જઈ રહ્યા છે. રાજ્યમાં તાપમાન વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા અમદાવાદ અને ગાંધીનગરમાં પારો ઉંચકાઈને 43થી 44 ડીગ્રી સુધી જઈ શકે છે. લોકોને ગરમીમાં બિન જરુરી બહાર ના નિકળવા માટે પણ સલાહ આપવામાં આવી છે.
ગરમીના કારણે અમદાવાદમાં લોકો અત્યારે અવનવા નુસકાઓ લોકો અજમાવી રહ્યા છે ત્યારે વધુ ગરમી પડવાની શક્યતા હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોની વાત કરવામાં આવે તો પાટણ, જૂનાગઢ, ભુજ સહીતના વિવિધ શહેરો અને જિલ્લામાં ગરમીની અસર વર્તાશે આ સિવાય રાજકોટ, અમરેલી, સુરત, ભાવનગરમાં પણ ગરમીનો પારો ઉંચકાઈ શકે છે.