March 10, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • બ્રેકિંગ ન્યુઝ
  • ભારત જોડો યાત્રા દરમિયાન રાષ્ટ્રગીતને બદલે વાગ્યું બીજું ગીત, ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
બ્રેકિંગ ન્યુઝદેશ

ભારત જોડો યાત્રા દરમિયાન રાષ્ટ્રગીતને બદલે વાગ્યું બીજું ગીત, ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

by gujarat paheredarNovember 17, 20220
શેર 4

મહારાષ્ટ્રના બીજેપી નેતા નીતેશ રાણેએ પણ આ વીડિયો શેર કર્યો છે. જેમાં રાહુલ ગાંધીને એમ કહેતા સાંભળી શકાય છે કે હવે રાષ્ટ્રગીત વાગશે, થોડી જ વારમાં રાષ્ટ્રગીતને બદલે બીજું ગીત વાગવા લાગે છે, જેના કારણે રાહુલ ગાંધી પણ ગુસ્સામાં દેખાય છે

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો મહારાષ્ટ્ર પડાવ ચાલી રહ્યો છે. દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પસાર થયા બાદ ભારત જોડો યાત્રા અહીં પહોંચી છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ઘણી જગ્યાએ રેલીઓ કરીને લોકોને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં ચાલી રહેલી યાત્રાનો એક વીડિયો સામે આવ્યો છે, જેના માટે ભાજપના નેતાઓ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કરી રહ્યા છે. આ વીડિયો એ સમયનો છે જ્યારે યાત્રા દરમિયાન રાષ્ટ્રગીતને બદલે અન્ય ગીત વાગ્યું હતું. હવે ભાજપના તમામ નેતાઓ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

Advertisement

મહારાષ્ટ્રના બીજેપી નેતા નીતેશ રાણેએ પણ આ વીડિયો શેર કર્યો છે. જેમાં રાહુલ ગાંધીને એમ કહેતા સાંભળી શકાય છે કે હવે રાષ્ટ્રગીત વાગશે, થોડી જ વારમાં રાષ્ટ્રગીતને બદલે બીજું ગીત વાગવા લાગે છે, જેના કારણે રાહુલ ગાંધી પણ ગુસ્સામાં દેખાય છે. ભાજપના નેતાએ તેને કોમેડી સર્કસ ગણાવ્યું. તેમના સિવાય તમિલનાડુના બીજેપી નેતા અમર પ્રસાદ રેડ્ડીએ પણ આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. જેમાં તેમણે રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવ્યો અને પૂછ્યું- આ શું છે?

શું છે સમગ્ર મામલો 

હકીકતમાં, ભારત જોડો યાત્રાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો, બીજેપી નેતાઓએ તેને તમામ જગ્યાએ શેર કર્યો અને આ બહાને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. આ પછી આ વીડિયોને લઈને પણ સવાલો ઉઠવા લાગ્યા, જો કે બાદમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે હકીકતમાં થોડી સેકન્ડ માટે ભૂલથી બીજું ગીત વાગી ગયું હતું. રાહુલ ગાંધીએ તેમનું ભાષણ પૂરું કર્યા બાદ રાષ્ટ્રગીત વગાડવાનું હતું, જેની જાહેરાત પણ કરવામાં આવી હતી, પરંતુ ભૂલના કારણે બીજું ગીત વાગી ગયું હતું. જોકે, થોડીક સેકન્ડ બાદ ભૂલ સુધારી લેવામાં આવી અને રાષ્ટ્રગીત શરૂ થયું. આ સમગ્ર મામલો મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાનો છે.

ભારત જોડો યાત્રાનો 71મો દિવસ

કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો 17મી નવેમ્બર ગુરૂવારે 71મો દિવસ પૂર્ણ થયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે સવારે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાંથી પાર્ટીની ‘ભારત જોડો યાત્રા’ ફરી શરૂ કરી. કહેવામાં આવ્યું છે કે તેઓ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. ‘ભારત જોડો યાત્રા’ 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. મહારાષ્ટ્રમાં આ યાત્રાનો 11મો દિવસ છે. ગુરુવારે સવારે 6 વાગ્યે મહારાષ્ટ્રના પોતુર શહેરમાંથી યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી. તે સાંજે બાલાપુર માટે રવાના થશે અને શુક્રવારે સવારે બુલઢાણા જિલ્લાના શેગાંવ પહોંચશે.

શેર 4
અગાઉની પોસ્ટ
યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છે ચીન અને તાઈવાન, રીપોર્ટમાં કરાયો દાવો
આગામી પોસ્ટ
છેવટે ભાજપે માંજલપુરમાંથી ધારાસભ્યને રિપીટ કરવા પડ્યા, આનંદીબેનના દિકરીનું નામ હતું ચર્ચામાં
gujarat paheredar

Related posts

જંત્રીદરમાં વધારો આવતા એક જ મહિનામાં રાજકોટને અધધધ રૂ. 80 કરોડની આવક

gujarat paheredarMay 22, 2023

મોદી સરકારને માત્ર પોતાની ઈમેજની ચિંતા, ઓવૈસીએ કહ્યું- કુકી મહિલાઓના સન્માનનું શું?

gujarat paheredarJuly 28, 2023

ગુજરાતની 13 સૌથી પ્રદૂષિત નદીઓમાં ભરૂચ જિલ્લાની બે નદીઓનો સમાવિષ્ટ

gujarat paheredarFebruary 4, 2023

વિશ્વની પ્રથમ કોવિડ રસી બનાવનાર વૈજ્ઞાનિકની હત્યા કેમ કરી? હત્યારાએ ખોલ્યા રાઝ

gujarat paheredarMarch 8, 2023

અમદાવાદ શહેરની આ મેડિકલ કોલેજ હવેથી નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ નામથી ઓળખાશે

gujarat paheredarDecember 14, 2022

શું 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને રીલ્સથી વોટ મળશે? જાણો શું છે આ ‘સિક્રેટ પ્લાન’

gujarat paheredarApril 5, 2023April 6, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Jak założyć konto na legiano casino login krok po kroku

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino
  • Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen
  • Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling
  • Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil
  • Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136130
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક