March 10, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • શ્રદ્ધા હત્યાકાંડ: ‘શિક્ષિત છોકરીઓ જ બને છે લિવ-ઇનનો શિકાર’, કેન્દ્રીય મંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

શ્રદ્ધા હત્યાકાંડ: ‘શિક્ષિત છોકરીઓ જ બને છે લિવ-ઇનનો શિકાર’, કેન્દ્રીય મંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

by gujarat paheredarNovember 18, 20220
શેર 2

કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે આ હત્યા માટે માત્ર શિક્ષિત છોકરીઓ અને લિવ-ઇન રિલેશનને જ જવાબદાર ગણાવ્યા છે. તેમના આ નિવેદનની આકરી ટીકા પણ થઈ રહી છે. શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ કેન્દ્રીય મંત્રીને કાઢી મૂકવાની માંગ કરી છે

દિલ્હીમાં શ્રદ્ધા નામની યુવતીની તેના લિવ-ઇન પાર્ટનરે ક્રૂરતાથી મેં મહિનામાં હત્યા કરી દીધી હતી. પણ આ વાતનો ખુલાસો તાજેતરમાં જ થયો છે. ત્યારે આ હત્યાકાંડ સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ છે. આ ઘટના પર દેશના રાજકારણીઓની આકરી પ્રતિક્રિયા પણ સામે આવી હતી અને ઘણા નેતાઓએ રોષ વ્યક્ત કર્યો તો ઘણાએ રાજનીતિ પણ કરી. પણ હવે એક કેન્દ્રીય મંત્રીએ આ સમગ્ર મામલે ખૂબ જ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, અને આ ટિપ્પણી માટે તેમની આકરી નિંદા પણ કરવામાં આવી રહી છે.

Advertisement

કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે આ હત્યા માટે માત્ર શિક્ષિત છોકરીઓ અને લિવ-ઇન રિલેશનને જ જવાબદાર ગણાવ્યા છે. તેમના આ નિવેદનની આકરી ટીકા પણ થઈ રહી છે. શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ કેન્દ્રીય મંત્રીને કાઢી મૂકવાની માંગ કરી છે.

કેન્દ્રીય મંત્રીએ આપ્યું આવું વિવાદાસ્પદ નિવેદન

કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે કહ્યું, ‘આ ઘટનાઓ તે તમામ છોકરીઓ સાથે થઈ રહી છે જે સારી રીતે શિક્ષિત છે અને વિચારે છે કે તેઓ ખૂબ સ્પષ્ટવાદી છે અને તેમના ભવિષ્ય વિશે નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે.’ શ્રદ્ધા મર્ડર કેસનો ઉલ્લેખ કરતા, કૌશલ કિશોરે કહ્યું, ‘તેઓ લિવ-ઇન રિલેશનશીપમાં કેમ રહે છે? જો તેમને આવું કરવું હોય તો લિવ-ઇન રિલેશનશિપ માટે યોગ્ય રજિસ્ટ્રેશન હોવું જોઈએ… જો માતા-પિતા આવા સંબંધો માટે સાર્વજનિક રીતે તૈયાર ન હોય તો તમારે કોર્ટ મેરેજ કરવા જોઈએ અને પછી સાથે રહેવું જોઈએ.’

‘શિક્ષિત છોકરીઓએ આવા સંબંધોમાં ન પડવું જોઈએ’

કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું, ‘છોકરીઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેઓ આવું શા માટે કરી રહી છે… શિક્ષિત છોકરીઓ જવાબદાર છે, કારણ કે પિતા અને માતા બંનેએ સંબંધનો ઇનકાર કરી દીધો હતો. શિક્ષિત છોકરીઓએ આવા સંબંધોમાં ન આવવું જોઈએ.’

પ્રિયંકા ચતુર્વેદીએ કરી કેન્દ્રીય મંત્રીની આકરી 

કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરના આ નિવેદનથી વિવાદ ઉભો થઈ ગયો છે. વિપક્ષી સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ નિવેદનને મુદ્દો બનાવ્યો અને ટ્વીટ દ્વારા મંત્રીની આકરી ટીકા કરી. શિવસેનાના સાંસદે ટ્વીટ કર્યું, ‘આશ્ચર્યની વાત છે કે તેમણે એવું નથી કહ્યું કે આ દેશમાં જન્મ લેવા માટે છોકરીઓ જવાબદાર છે. બેશરમ, નિર્દય અને ક્રૂર, તમામ સમસ્યાઓ માટે મહિલાઓને દોષી ઠેરવવાની માનસિકતા વિકસી રહી છે.’

અન્ય ટ્વિટમાં, તેમણે કહ્યું, ‘જો @PMOIndia ખરેખર મહિલા શક્તિ વિશે જે કહે છે એનો અર્થ છે તો તેમણે તરત જ આ કેન્દ્રીયમંત્રીની હકાલપટ્ટી કરી દેવી જોઈએ… અમે મહિલાઓ સમાજમાં આવી પિતૃસત્તાક બકવાસનો ભાર ઉઠાવવા માટે પર્યાપ્ત છીએ.’

દિલ્હીમાં શ્રદ્ધા હત્યાકાંડ 

ઉલ્લેખનીય છે કે, આફતાબ પૂનાવાલાએ લગ્ન બાબતે ઝઘડો થયા બાદ તેની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વોકરની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેણે લાશને આરીથી કાપીને 35 ટુકડા કર્યા અને દક્ષિણ દિલ્હીના મહરૌલીમાં તેના ઘરે 300 લિટરના ફ્રિજમાં લગભગ ત્રણ અઠવાડિયા સુધી રાખ્યા. બાદમાં આફતાબે રાજધાનીના કેટલાક ભાગોમાં ટુકડાઓનો નિકાલ કર્યો. વોકરના પિતા આંતર-ધાર્મિક સંબંધોની વિરુદ્ધ હતા અને પિતા સાથે ઝઘડો કરીને શ્રદ્ધા આફતાબ સાથે લિવ-ઇનમાં રહેવા ચાલી ગઈ હતી.

શેર 2
અગાઉની પોસ્ટ
મધુ શ્રીવાસ્તવ બાદ હવે ધવલસિંહ ઝાલાએ પણ ટિકિટ ના મળતા ભાજપને રામે રામ કહ્યા
આગામી પોસ્ટ
કેજરીવાલ લાગ્યો ઝટકો! દિલ્હી LGએ DDCના વાઇસ ચેરમેનને હટાવ્યા, ઓફિસને લગાવ્યા તાળા
gujarat paheredar

Related posts

આજે ફરી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જનસભા આ વિસ્તારમાં યાજાશે

gujarat paheredarNovember 21, 2022

રાજ્યની જેલોમાં થયેલા સર્ચ ઓપરેશનનો રીપોર્ટ ગૃહમંત્રીએ મુખ્યમંત્રીને સોંપ્યો, લેવાઈ શકે છે કોઈ નિર્ણય

gujarat paheredarMarch 26, 2023

જુનાગઢ નરસિંહ મહેતા બ્યુટીફિકેશન: કોંગ્રેસ, એનસીપી, ‘આપ’ના એક સુરે ભાજપ પર ગંભીર આક્ષેપ

gujarat paheredarMay 1, 2023

કર્ણાટક ચૂંટણી બાદ ભાજપમાં મૌન, કોંગ્રેસ ગુજરાતમાં લોકસભા પહેલા રણનિતીના મૂડમાં

gujarat paheredarMay 17, 2023

મિશન દક્ષિણ ભારત – PM મોદીનો યોજાશે ગુજરાત પ્રવાસ, એપ્રિલ મહિનામાં કરશે રોડ શો

gujarat paheredarMarch 24, 2023

અમદાવાદ – ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત દિવસમાં અંદાજે 2 લાખ દંડ વસૂલાય છે, 15 દિવસમાં 9500થી વધુ કેસો

gujarat paheredarAugust 7, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino

AdminFebruary 28, 2026February 28, 2026
February 28, 2026February 28, 20260

Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling

AdminFebruary 25, 2026February 25, 2026
February 25, 2026February 25, 20260

Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil

AdminFebruary 24, 2026February 26, 2026
February 24, 2026February 26, 20260

Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Cómo convertirse en un avia master y triunfar en el mundo del juego

AdminFebruary 23, 2026February 25, 2026
February 23, 2026February 25, 20260

Winnita: Il tuo perfetta meta d’eccellenza per il casinò digitale nel 2024

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Mafia Gaming: Su Sitio de Ocio con Diseño Único

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Jak założyć konto na legiano casino login krok po kroku

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Come registrarsi e iniziare a giocare immediatamente su Winnita online casino

AdminFebruary 20, 2026February 21, 2026
February 20, 2026February 21, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Ανακαλύψτε την Τέλεια Εμπειρία Διαδικτυακού Τζόγου στο Leon Casino
  • Online Casino Zonder Restricties: Onbeperkt Genieten van Uw Favoriete Spellen
  • Internationale Gokplatforms: Alles dat u hoort te weten omtrent grensoverschrijdend gambling
  • Ghidul complet pentru utilizarea aplicației NV Casino pe mobil
  • Οι καλύτερες προσφορές για νέους παίκτες στο καζίνο Wazamba και πώς να τις λάβετε

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

136131
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક