ટીનએજમાં હમણાં ચાલતા ક્રેઝ મુજબ મુવી ના એક્ટર કે એક્ટ્રેસ ને જોઈને ડાયટિંગનું ઘેલું લાગ્યું છે. ૧૪વરસની છોકરીઓ નક્કી કરી નાખે છે કે મારે તો જે તે હિરોઈન જેવું જ દેખાવું છે ને જાડા થવાના ડરથી આ તરુણાવસ્થામાં આહારની કેટલી અગત્યતા છે તે ભૂલી બેસે છે. ટીનેજમાં છોકરીઓને ૧૮૦૦ થી ૨૧૦૦કેલરી ની જરૂરિયાત હોય છે.
ટીન એજમાં વધી રહેલ ફિગરનું ઘેલુ ટીનએજમાં હમણાં ચાલતા ક્રેઝ મુજબ મુવી ના એક્ટર કે એક્ટ્રેસ ને જોઈને ડાયટિંગનું ઘેલું લાગ્યું છે. ૧૪વરસની છોકરીઓ નક્કી કરી નાખે છે કે મારે તો જે તે હિરોઈન જેવું જ દેખાવું છે ને જાડા થવાના ડરથી આ તરુણાવસ્થામાં આહારની કેટલી અગત્યતા છે તે ભૂલી બેસે છે. ટીનેજમાં છોકરીઓને ૧૮૦૦ થી ૨૧૦૦કેલરી ની જરૂરિયાત હોય છે. બીજી તરફ મસલ્સ મેનને પોતાના રોલ મોડલ બનાવવાના ચક્કરમાં છોકરાઓ પણ એવી બોડી બને તે માટે દવાઓનો ઉપયોગ કરતા હોય છે. આમાં ભારોભાર તરુણોની ગેરસમજ નજરે પડે છે. આ ઉંમરનો તબક્કો એવો છે કે જેમાં સમતોલ આહાર અને પોષણની જરૂરિયાત વધુ પડે છે. આ સમયે છોકરીઓ અને છોકરાઓમાં શારીરિક ફેરફારો જોવા મળે છે જેમકે સ્તનનો વિકાસ માસિકની શરૂઆત અને છોકરાઓમાં પણ વુષણ કોથળીનો વિકાસ. જેથી શારીરિક અને માનસિક વિકાસની વૃદ્ધિ માટે તમામ પ્રકારના ઘટકોનો સમાવેશ કરી લેવામાં આવે અને સપ્રમાણ મળે તેવો આહાર એટલે સમતોલ આહાર તેની જરૂરિયાત દિવસભરની એક્ટિવિટી પર રહેલો છે કહી શકાય કે 40% વધારાની ફિઝિકલ એક્ટિવિટીમાં વપરાય છે તેથી જેટલી ફિઝિકલ એક્ટિવિટી ઓછી તેટલું કેલરી ની જરૂરિયાત ઓછી. જેમાં પ્રોટીન ચરબી કાર્બોહાઇડ્રેટ, આયર્ન, લોહતત્વ યોગ્ય પ્રમાણમાં મળી રહે તે માટે અનાજ અને દૂધની બનાવટો તેલ ઘી,ફળો, શાકભાજી તેમજ ઈંડા માસ માછલી સમતોલ આહારમાં ગણાવી શકાય આ અવસ્થામાં વિટામીન Dઅને કેલ્શિયમ ની ખામી પણ નબળા હાડકાની બીમારીઓને આમંત્રિત કરે છે. જો સારા વિટામિન્સ હશે તો કેન્સરની સમસ્યાનો જોખમ ઘટી શકે છે તેમજ વધારે જંક ફૂડના લીધે ટીન એજર ડિપ્રેશન, અલ્ઝાઈમર, જેવા માનસિક રોગોનો શિકાર બને છે. વધારે પડતું ફેટ અને ચરબી યુક્ત ખાવાથી તરુણીઓને આગળ જતા સ્તરના કેન્સરની સમસ્યાઓનું જોખમ વધે છે. તેથી જ અન્ય સેલિબ્રિટી ને મોડેલના તેમજ ઓનલાઇન પ્લેટફોર્મ પર રીલ્સ બનાવવાના શોખના લીધે યોગ્ય આહારને અલવિદા ન કહેવો એ જ યોગ્ય છે.