ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર ક્રિસમસના અંત સુધી હિમવર્ષા એટલી ભારે હતી કે સોમવારે સવાર સુધીમાં મૃતકોની સંખ્યા વધીને 17 અને ઘાયલોની સંખ્યા વધીને 93 થઈ ગઈ હતી
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર ક્રિસમસના અંત સુધી હિમવર્ષા એટલી ભારે હતી કે સોમવારે સવાર સુધીમાં મૃતકોની સંખ્યા વધીને 17 અને ઘાયલોની સંખ્યા વધીને 93 થઈ ગઈ હતી. આમાંના ઘણા લોકો છત પરથી બરફ સાફ કરતી વખતે પડી ગયા હતા અથવા તેઓ તેમની છત પરથી સરકી જતાં બરફના જાડા ઢગલા નીચે દટાઈ ગયા હતા.
જાપાનમાં ત્રણ ગણી વધુ હિમવર્ષા
મ્યુનિસિપલ અધિકારીઓએ રહેવાસીઓને બરફ સાફ કરતી વખતે સાવચેતી રાખવા અને એકલા કામ ન કરવા અપીલ કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે, ટોક્યોના યામાગાતા પ્રીફેક્ચરના નાગાઈ શહેરમાં, એક મહિલા બરફના જાડા ઢગલા નીચે દટાયેલી મૃત હાલતમાં મળી આવી હતી. શનિવારે અહીં 80 સેમીથી વધુ બરફ પડ્યો હતો. ઉત્તરપૂર્વીય જાપાનના ઘણા ભાગોમાં સિઝનની સરેરાશ કરતાં ત્રણ ગણી વધુ હિમવર્ષા નોંધાઈ હતી.
અર્થતંત્ર અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ક્રિસમસની સવારે લગભગ 20,000 ઘરો વીજળી વગરના હતા. જાપાનના સૌથી ઉત્તરીય મુખ્ય ટાપુમાં ભારે હિમવર્ષાને કારણે વીજળીનો ટ્રાન્સમિશન ટાવર પડી ગયો. જો કે, તે દિવસ પછી મોટાભાગના વિસ્તારોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.