રાજ્યમાં જી-20 સમિટની 15 બેઠક યોજાવાની છે. જેમાં વિદેશી ડેલીગેશન ગુજરાતના મહેમાન બનશે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સ્ટેચ્યું ઓફ યુનિટી, કચ્છ અને સુરતમાં બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.
ખાસ કરીને ગુજરાતમાં પણ જી-20ને લઈને તૈયારીઓ તેજ બની છે. રાજ્યમાં જી-20 સમિટની 15 બેઠક યોજાવાની છે. જેમાં વિદેશી ડેલીગેશન ગુજરાતના મહેમાન બનશે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સ્ટેચ્યું ઓફ યુનિટી, કચ્છ અને સુરતમાં બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.
કચ્છમાં ટેન્ટ સિટીમાં વિદેશી પ્રવસીઓ રોકાણ કરશે
ગુજરાતની ઐતિહાસિક સ્મારકો જેવા કે અડાલજની વાવ અને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામનાર સૂર્ય મંદિર વિશે ડેલીગેટિનને સંપૂર્ણ માહિતગાર કરવામાં આવશે. વિશ્વનું સૌથી મોટી પ્રતિમા ટેચ્યું ઓફ યુનિટીના દર્શન પણ વિદેશી પ્રવાસીઓને કરાવવામાં આવશે. આ ઉપરાંત કેવડિયા ખાતે થયેલા પ્રવાસન વિકાસ વિશે માહિતગાર કરાવવામાં આવશે. કચ્છમાં ટેન્ટ સિટીમાં વિદેશી પ્રવસીઓ રોકાણ કરશે અને કચ્છના સફેદ રણની મજા પણ વિદેશી ડેલીગેશન માણશે.
સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત કરનાર માટે ખાસ વ્યવસ્થા
વિદેશથી આવનારા ડેલીગેશન માટે ગુજરાત પ્રવાસન વિભાગે કેટલાક સ્થળો નક્કી કર્યા છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગર બેઠકમાં ભાગ લેનાર ડેલીગેશનને મોઢેરાનું સૂર્ય મંદિર, અડાલજની વાવ અને ગાંધી કુટિરની મુલાકાત કરાવવામાં આવશે. કચ્છની બેઠકમાં ભાગ લેનાર વિદેશી ડેલીગેશનને કચ્છના સફેદ રણની મુલાકાત કરાવવામાં આવશે. આ ઉપરાંત સુરત અને કેવડિયા ટેન્ટ સિટીની બેઠકમાં ભાગ લેનારને સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત કરાવવામાં આવશે.
જી-20માં ક્યાં વિષય પર થશે ચર્ચા
ભારતના G-20 પ્રેસિડન્સી હેઠળ, અમદાવાદમાં U-20 સાયકલનું આયોજન કરાશે. સી-૪૦ (કલાઇમેટ ચેન્જ) અને યુનાઇટેડ સિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ્સ (UCLG), શહેરી મુદ્દાઓ પરના બે આંતરરાષ્ટ્રીય બિન-સરકારી હિમાયત જૂથો સાથે, અમદાવાદમાં ૯-૧૦ ફેબ્રુઆરી 20ર૩ના રોજ સિટી શેરપાની શરૂઆતની મીટિંગ, વિષયોની ચર્ચાઓ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે જુલાઇ-૨૦ર૩માં U-20 મેયર્સ સમિટ પણ યોજાશે જેમાં G-20 દેશો ઉપરાંત, C40, UCLG સભ્ય શહેરો અને નિરીક્ષક શહેરોના મેયર અને પ્રતિનિધિઓ આ કાર્યક્રમોમાં ભાગ લેશે અને ચર્ચાઓને સમૃદ્ધ બનાવશે.