આજથી લોક દરબાર યોજવામાં આવશે. વ્યાજખોરોના ત્રાસને ડામવા માટે સરકાર પણ સક્રીય બની છે અને આ મામલે ગૃહવિભાગ દ્વારા કડકાઈ પણ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અનોખી ઝૂંબેશ વડોદરા શહેરમાં પણ કરવામાં આવી છે.
આ પોલીસ સ્ટેશનમાં થશે લોકદરબાર
રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસે નવું અભિયાન શરૂ કર્યું છે. જેના કારણે ઘણા વ્યાજ માફિયા પોલીસની પકડમાં આવી ગયા છે તો કેટલાક રડાર પર છે. જો કે, રાજ્યમાં હજુ પણ આવા ઘણા કિસ્સાઓ છે જેમાં સામાન્ય નાગરિકો વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયા છે. ત્યારે વડોદરા પોલીસ પણ વ્યાજખોરો પર સકંજો કસી રહી છે. આજે બપોરે 2 વાગ્યા સુધી મકરપુરા પોલીસ સ્ટેશનમાં લોકદરબાર યોજવામાં આવશે આ ઉપરાંત ફતેગંજમાં પણ પોલીસ દ્વારા આ ઝૂંબેશ હાથ ધરાશે તેવી જ રીતે આજે સાંજે 6 વાગ્યે સમા પોલીસ સ્ટેશનમાં પણ લોકદરબાર યોજવામાં આવશે.
લેખિતમાં ફરીયાદ કરી શકશે લોકો
આજથી 20 જાન્યુઆરી સુધી લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક દરબારમાં વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોને તેમની ફરિયાદો લેખિતમાં પુરાવા સાથે રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. ACP અને DCP સ્તરના અધિકારીઓ જનપ્રતિનિધિઓને સાંભળશે અને યોગ્ય કાર્યવાહી કરશે.
અગાઉ ડીજીપીની અધ્યક્ષતામાં મળી હતી બેઠક
પુરા રાજ્યભરમાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખાસ કરીને ડીજીપીની અધ્યક્ષતામાં અગાઉ આ મામલે મહત્વની બેઠક પણ મળીચ હતી. જેથી વ્યાજખોરોના ત્રાસ સામે ક્યારેક કેટલાક લોકો મોતને ભેટે છે. પરીવાર તેના કારણે આર્થિક ભીંસમાં આવી જતો હોય છે. જેથી રાજ્ય સરકારે પણ આ મામલે કડક કાર્યવાહી કરવા માટે પણ સૂચન કર્યા છે