June 8, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ગુજરાતના 35 સ્માર્ટ વિલેજમાં કચ્છના 7 હજારની વસતી ધરાવતા ભીમાસર ગામનો સમાવેશ, જાણો સ્માર્ટ વિલેજમાં કયા ગામો સમાય છે
ગુજરાત

ગુજરાતના 35 સ્માર્ટ વિલેજમાં કચ્છના 7 હજારની વસતી ધરાવતા ભીમાસર ગામનો સમાવેશ, જાણો સ્માર્ટ વિલેજમાં કયા ગામો સમાય છે

by gujarat paheredarJuly 5, 20230
શેર 0

રાષ્ટ્રીય -આંતરરાષ્ટ્રીય પ્રોજેકટ હોય તમામ ક્ષેત્રમાં કચ્છ જિલ્લો પ્રથમ પસંદગી બન્યો છે. ત્યારે આ સરહદી કચ્છ જિલ્લામાં એવું મોડેલ ગામ આવેલું છે જે સમગ્ર દેશ અને રાજયના અન્ય ગ્રામ માટે વિકાસનો નવો રાહ ચીંધી રહ્યું છે.

તાજેતરમાં ગુજરાત સરકારે અંજાર તાલુકાના ૭૦૦૦ હજારની વસતી ધરાવતા ભીમાસરની સ્માર્ટ વિલેજ તરીકે પસંદગી કરીને ભીમાસરની સિદ્ધીમાં વધુ એક મોરપંખ ઉમેરી દીધું છે. ભૂકંપની થપાટથી ભૂ ભેગુ થયેલું ભીમાસર આજે ગર્વીલા વીરલાની જેમ વિકાસની કેડી પર ચાલીને નમૂનારૂપ બન્યું છે. છેલ્લા બે દાયકાથી મોડેલ ગામ તરીકે પ્રખ્યાત થયેલા ભીમાસરની દેશ-વિદેશના અનેક મહાનુભાવો મુલાકાત લઇ ચૂકયા છે. નેપાળના પૂર્વ તેમજ અત્યારના વડાપ્રધાન તેમના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત લઇ ચુક્યા છે, તો બાંગ્લાદેશનું પ્રતિનિધિ મંડળ, વિશ્વ બેંકના પ્રતિનિધીઓ  તેમજ ભારતના જુદા જુદા રાજ્યોના મહાનુભાવો મુલાકાતે આવી ચુકયા છે.ત્યારે ચાલો, આ ગામની વિકાસ સફરની વાત કરીએ.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા અર્બન કોન્સેપ્ટ ‘આત્મા ગામડાનો સુવિધા શહેરોની’ વિચારધારા સાકાર કરતી સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત રાજય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત સરકારે રાજયના સમગ્ર ગામડાઓમાંથી ૩૫ ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં તમામ સ્માર્ટ વિલેજને પાંચ-પાંચ લાખ રૂપિયાની રકમ પુરસ્કાર સ્વરૂપે મળશે. જે ગ્રામ પંચાયતના વિકાસ કામો માટેના સ્વભંડોળમાં આ રકમ ઉપયોગમાં લેવાશે.

આ છે સ્માર્ટ વિલેજના માપદંડ
સ્માર્ટ વિલેજ પસંદગી માટેના ૧૧ ધોરણો ગુજરાત સરકારે નિર્ધારીત કર્યા હતા. જેમાં ગામ રોડથી જોડાયેલું હોય, રોડથી તદ્દન નજીકમાં હોય કે ગામ શક્ય હોય ત્યાં સુધી સ્ટેટ હાઇવે પર હોય, પ્રાથમિક સુવિધા તરીકે પાકા રસ્તા અને ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ તેમજ સંપૂર્ણ સફાઇ થતી હોય અને ગામની વસતી 2000થી 6000 સુધીની હોય તે માપદંડો ધ્યાને લેવામાં આવેલા છે. સ્માર્ટ વિલેજમાં પસંદગી પામેલા ગામોએ આ11  માપદંડો પરિપૂર્ણ કર્યા છે .

૧) સરસ ગ્રામ વાટિકા / ગાર્ડન
૨) ફરજિયાત ડોર ટુ ડોર ક્લેકશન
૩) દરેક ઘરે પીવાના પાણીનું નળ ક્નેકશન
૪) પંચાયત વેરા વસુલાત
૫) રસ્તા પર ઉકરડા ન હોય અને રસ્તાઓ નિયમિત સાફ થાય
૬) સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટરની સુવિધા
૭) ગ્રામ પંચાયત કચેરી ઉપર સોલર રૂફટોપ
૮) ઓપન ડેફીકેશન ફ્રી વિલેજ
૯) ગ્રામ પંચાયત દ્વારા લાઇટબીલ ભરવાની નિયમિતતા
૧૦) ગામમાં ગટર બનાવવી
૧૧) ગામતળમાં પાકા રસ્તા વગેરે આવરી લેવાયા છે.

ભીમાસર ગામ આ સુવિધાઓ થકી કચ્છનું સ્માર્ટ વિલેજ બની શકયું  
ભીમાસરની વિકાસ ગાથા અંગે વાત કરતા ગામના મહિલા સરપંચ ડાહીબેન હરેશભાઇ હુંબલ જણાવે છે કે, ભુકંપ પહેલા અવિકસિત ભીમાસર ગામ ધરતીકંપની ઝપેટમાં આવી ગયા બાદ તેને સહારા ગ્રુપે દત્તક લઇને તેનું પુનવર્સન કર્યું . જે બાદ પંચાયતને સોંપ્યું ત્યારથી શરૂ થયેલી વિકાસની વણથંભી યાત્રા સરકારના સહયોગથી અવિરત ચાલુ જ છે. આજે ભીમાસર શહેરને ટક્કર મારે તેવી તમામ સુવિધાથી સજ્જ છે.

ભીમાસરમાં છે આ સુવિધાઓ 
(૧) ૧૦૦ ઘર ઘર નળ યોજના (૨) ૧૦૦ ટકા ગટર યોજના (૩) ૧૦૦ ટકા પાકા રસ્તા (૪) પ્રાથમિક શાળા ધો. ૧ થી ૮ (૫) ઉચ્ચતર માધ્યમિક શાળા ધો. ૯ થી ૧૨ (૬) ૪ આંગણવાડી (૭) પી.એચ.સી હોસ્પીટલ (૮) એમ્બ્યુલન્સ (૯) સરકારી પશુ ડોકટર (૧૦) એનિમલ એમ્બયુલન્સ (૧૧) બેંક સુવિધા તથા એટીએમ (૧૨) પોસ્ટ ઓફિસ (૧૩) ઇ-ગ્રામ સેન્ટર (૧૪) લાઇબ્રેરી (૧૫) ભારતમાતા નમન સ્થળ અને ગાર્ડન (૧૬) નિલકંઠ પાર્ક તથા વોક-વે (૧૭) સાર્વજનિક કોમ્યુનિટી હોલ (૧૮) ૮ સમાજ કોમ્યુનિટી હોલ (૧૯) ખેડૂત સેવા સહકારી મંડળી (૨૦) દૂધ ઉત્પાદક સહકારી મંડળી (૨૧) સસ્તા અનાજની દુકાન (૨૨) પંચાયત સ્ટાફ કવાટર્સ (૨૩) પંચાયત શોપીંગ સેન્ટર (૨૪) શિક્ષક કોલોની (૨૫) ક્રિકેટ ગ્રાઉન્ડ (૨૬) ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન ઇ-રિક્ષા (૨૭) ૮ ઓવરહેડ અન્ડર ગ્રાઉન્ડ પાણીના ટાંકા (૨૮) પીવાના પાણીનો સ્ત્રોત નર્મદા લાઇન (૨૯) ૩૦ એકર ગૌચર જમીનમાં ઘાસચારા પ્લોટ (૩૦) ગૌચર જમીનને આર.સી.સી પીલર માર્કિંગ (૩૧) સી.સી ટીવીથી નિગરાની (૩૨) સાયરન સિસ્ટમ (૩૩) તમામ શેરીઓમાં સાઉન્ડ સિસ્ટમ (૩૪) તમામ ઘરોને નેમ પ્લેટ (૩૫) ગટર સફાઇ માટે જેટીંગ મશીન (૩૬) ઐતિહાસીક ચકાસર તળાવ (૩૭) તળાવડીઓ -ચકાસી, ડેમાસરી, લુંભાસરી, ચાણાસરી, ભીમસરી, વ્રજ વગેરેમાં જળસંચયના કરાતા કાર્યો (૩૮) પંચાયતઘર સોલાર સિસ્ટમથી સંચાલિત છે (૩૯) બે પંચવટી તથા તેમાં આઉટડોર જીમનો સમાવશે થાય છે. (૪૦) પર્યાવરણના રક્ષણ માટે પંચાયત દર વર્ષે ગૌચરમાં ૧૦૦૦ વૃક્ષોની વાવણી કરીને જતન કરે છે. (૪૧) ગામના ગટરના પાણીનો ઉપયોગ થાય તે માટે ખેડૂતોને વેંચાણ કરવામાં આવે છે તેની આવક ગૌશાળામાં વપરાય છે. (૪૨) મહિલાઓ માટે ૩ સ્કીલ  ડેવલોપમેન્ટ સેન્ટર કાર્યરત છે.

 
ભીમાસર ગામને રાષ્ટ્રીય અને રાજયકક્ષાના મળેલા એવોર્ડ

– સમરસ પંચાયત એવોર્ડ –   ગુજરાત સરકાર               વર્ષ -૨૦૦૬
– નિર્મળ ગ્રામ પુરસ્કાર –      ભારત સરકાર                 વર્ષ -૨૦૦૮
– સ્વર્ણિમ ગ્રામ પુરસ્કાર – ભારત સરકાર                     વર્ષ -૨૦૧૧
– શ્રેષ્ઠ ગ્રામ પંચાયત – ગુજરાત સરકાર                     વર્ષ -૨૦૧૩
– મહિલા પાણી સમિતિ એવોર્ડ – ગુજરાત સરકાર            વર્ષ -૨૦૧૪
– સ્વચ્છ ગ્રામ પુરસ્કાર – ગુજરાત સરકાર                    વર્ષ -૨૦૧૫
– સુશાસન પંચાયત – કચ્છ નવનિમાર્ણ અભિયાન           વર્ષ -૨૦૧૮
– બેસ્ટ વી.સી.ઇ – નાયબ કલેકટર અંજાર                   વર્ષ -૨૦૧૮
– ૧૦૦ ટકા કોવિડ રસીકરણ – ગુજરાત સરકાર             વર્ષ -૨૦૨૧
– ગુજરાત પોષણ અભિયાન – કચ્છ જિલ્લા પંચાયત         વર્ષ -૨૦૨૧
– પં.દિનદયાલ પંચાયતીરાજ સશક્તિકરણ રાષ્ટ્રીય એવોર્ડ   વર્ષ -૨૦૨૨

શેર 0
અગાઉની પોસ્ટ
બોલો અમદાવાદમાં એક મહિનામાં જ 43 ભૂવા પડી ગયા, 19 જેટલા માર્ગો બંધ કરવાની ફરજ
આગામી પોસ્ટ
અમદાવાદમાં ચોમાસાના પ્રારંભે રોગચાળો વકર્યો, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધ્યા
gujarat paheredar

Related posts

બાવળા-બગોદરા હાઈવેના ગમખ્વાર અકસ્માત બાદ સીએમએ ટ્વીટ કરી ભારે દુઃખ વ્યક્ત કર્યું

gujarat paheredarAugust 11, 2023

આ ખેડૂતે 1,2,3 નહીં 18 પ્રકારના ફણસની ખેતી કરી, આટલા પ્રકારના રોગ માટે ફણસ રામ બાણ સમાન

gujarat paheredarApril 25, 2023

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: વડાપ્રધાન મોદી સોમનાથ પહોંચ્યા, મંદિરમાં પૂજા કર્યા બાદ સૌરાષ્ટ્રમાં ગજવશે ચાર જનસભા

gujarat paheredarNovember 20, 2022

દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં 9 વર્ષમાં વ્યાપક ફેરફારો, રેકોર્ડ સંખ્યામાં લોકોને હવાઈ સેવાનો લાભ મળ્યો: PM મોદી

gujarat paheredarApril 29, 2023

સુરત – ઈસ્કોન અકસ્માતને લઈને હર્ષ સંઘવીએ કહ્યું, 7 દિવસ પહેલા ચાર્જસીટ પૂર્ણ કરાશે

gujarat paheredarJuly 22, 2023

પીએમ મોદી આવશે 27 જુલાઈએ ગુજરાત, રાજકોટને મળશે નવી ભેટ, બે દિવસનો રહેશે કાર્યક્રમ

gujarat paheredarJuly 18, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At

AdminMay 31, 2026May 31, 2026
May 31, 2026May 31, 20260

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At
  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

138399
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક