તુલસીના પાન તન ના તમામ રોગોને રાખે દૂર, તુલસી હોય આંગણે તો નકારાત્મકતા રહે દુર.
તુલસીના પાન તન ના તમામ રોગોને રાખે દૂર, તુલસી હોય આંગણે તો નકારાત્મકતા રહે દુર. આયુર્વેદામાં તુલસી ખાવાના અઢળક નુસખા ને ફાયદાનું વર્ણન થતું આવ્યું છે. તુલસીમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન કે, મેંગેનીઝ, એન્ટીઓકિસડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી માઇક્રોબીયલ ગુણધર્મો છે. તુલસીના પાંદડા સવારે ખાલી પેટે ખાવા વધુ હિતાવહ ગણાય ૩ થી ૪ તાજા પાન સવારે ધોઈને ચાવીને ખાવાથી સ્વાસ્થ્ય તો જળવાશે સાથે મોં માંથી આવતી દુર્ગંધ અને બેક્ટેરિયાનો નાશ કરે છે. તુલસી નું સેવન ચા અને ખોરાકમાં તેમજ ઉકાળા સ્વરૂપે, લીલી ચા સાથે થઈ શકે. તુલસી મગજ તેજ રાખી માથાના દુખાવામાં રાહત આપે.પીળીઓ થયો હોય તો આરામ અપાવે, પેટના રોગોમાં ગુણકારી, કેન્સર થી રાખે દૂર, ત્વચા, વાળ, પથરી,થાક જેવા અનેક રોગોમાં લાભદાયી. જો લીલા પાન ને તુલસી ઉગાડવી મુશ્કેલ હોય તો પાન લાવી તેની સુકવણી કરીને એર ટાઈટ ડબ્બામાં ભરીને પણ વાપરી શકાય. તુલસી શરદી, ખાંસી તાવ માં તરત જ રાહત પ્રદાન કરે છે. શિયાળામાં તો રોજ તુલસી ખાવી જોઈએ. ઉનાળે તુલસીના વધુ પ્રમાણમાં પાન ન ખાવા.