સાથે જ તેમણે ગેસના બોટલ પર લખાણ લખ્યુ હતું કે, ૨૦૧૪ માં ગેસના બોટલના ભાવ ૪૩૦ રૂપિયા હતા અને હવે ૧૧૨૦ રૂપિયા છે. ગેસના સિલિન્ડર સાથે તેઓએ મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો હતો.
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી હંમેશાથી કંઈક અવનવુ કરતા રહે છે. જેને કારણે તેઓ લોકોના દિલ જીતી લે છે અને સતત લોકોમાં ચર્ચાના કેન્દ્રમાં રહે છે. ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીની મતદાન બૂથ પર અનોખી એન્ટ્રીથી તેઓ વાયરલ થયા હતા.ધાનાણી સાયકલ પાછળ ગેસ સિલિન્ડર બાંધી વોટિંગ કરવા પહોંચ્યા હતા, જેનાથી રસ્તા પર સૌનુ ધ્યાન ખેંચાયુ હતું.
સાથે જ તેમણે ગેસના બોટલ પર લખાણ લખ્યુ હતું કે, ૨૦૧૪ માં ગેસના બોટલના ભાવ ૪૩૦ રૂપિયા હતા અને હવે ૧૧૨૦ રૂપિયા છે. ગેસના સિલિન્ડર સાથે તેઓએ મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો હતો.
પરેશ ધાનાણીની જેમ આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ ગેસના સિલિન્ડર સાથે મતદાન મથકે જોવા મળ્યા હતા. તેઓ સાઈકલ પર ગેસનો બોટલ લઈને નીકળ્યા હતા. જેમાં તેઓએ મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો હતો. રાજકોટ પશ્ચિમ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ જાશી મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ સાયકલ પર ગેસ સિલિન્ડર અને તેલનો ડબ્બો બાંધી મતદાન કરવા પહોંચ્યા હતા. આ કારણે આપના ઉમેદવાર ચર્ચામાં આવ્યા છે.