પીએમ મોદીએ સપ્ટેમ્બરમાં સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં જિનપિંગ સાથે કોઈ વાતચીત કરી ન હતી. બંને નેતાઓએ છેલ્લે નવેમ્બર 2019માં દ્વિપક્ષીય બેઠક કરી હતી
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરીને કટાક્ષ કર્યો – શું સાહેબે લાલ આંખો ન દેખાડી? જણાવી દઈએ કે વર્ષ 2020 માં ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ પછી પીએમ નરેન્દ્ર મોદી અને જિનપિંગની આ પ્રથમ મુલાકાત છે. આ બંનેની ઔપચારિક મુલાકાત નહોતી. બંને વચ્ચે શું વાત થઈ, આ માહિતી હજુ સામે આવી નથી.
જો કે, પીએમ મોદીએ સપ્ટેમ્બરમાં સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં જિનપિંગ સાથે કોઈ વાતચીત કરી ન હતી. બંને નેતાઓએ છેલ્લે નવેમ્બર 2019માં દ્વિપક્ષીય બેઠક કરી હતી.
ઓવૈસીએ સપ્ટેમ્બરમાં એમ પણ કહ્યું હતું કે પીએમએ દેશને કહ્યું હતું કે કોઈ પણ અમારા વિસ્તારમાં ઘૂસ્યું નથી પરંતુ તેઓ (ચીની સૈનિકો) અંદર છે. જ્યારે કોઈ પ્રવેશ્યું નથી ત્યારે ગરમ ઝરણામાંથી કોણ પીછેહઠ કરી રહ્યું છે. બીજેપી કહી રહી છે કે (ચીન સાથે) 15-16 રાઉન્ડની વાતચીત પછી ડિસએન્ગેજમેન્ટ થયું છે. ઓવૈસીએ કહ્યું કે પીએમ મોદીએ SCO સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત ન કરવી જોઈએ. જ્યાં સુધી ડેમચોક અને ડેપસાંગમાંથી ચીની સેનાને ન હટે ત્યાં સુધી મુલાકાત ન થવી જોઈએ.
કોંગ્રેસે શહીદોની યાદી જાહેર કરી
ત્યારે કોંગ્રેસે ટ્વિટ કરીને લખ્યું – ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં શહીદ થયેલા આપણા 20 સૈનિકોના નામ – 1. કર્નલ સંતોષ બાબુ, 2. નાયબ સુબેદાર નુદુરામ સોરેન, 3. નાયબ સુબેદાર મનદીપ સિંહ, 4. સુબેદાર સતનામ સિંહ, 5. હવાલદાર કે. પલાની, 6. હવાલદાર સુનિલ કુમાર, 7. હવાલદાર બિપુલ રોય, 8. લાન્સ નાયક દીપક સિંહ, 9. સિપાહી રાજેશ ઓરંગ, 10. સિપાહી કુંદન કુમાર, 11. સિપાહી ગણેશ રામ, 12. સિપાહી ચંદ્રકાંત પ્રધાન, 13. સિપાહી અંકુશ, 14. સિપાહી ગુરબિંદર, 15. સિપાહી ગુરતેજ સિંહ, 16. સિપાહી ચંદન કુમાર, 17. સિપાહી કુંદન કુમાર, 18. સિપાહી અમન કુમાર, 19. સિપાહી જયકિશોર સિંહ, 20. સિપાહી ગણેશ હંસદા.
પીએમ મોદીએ આમની સાથે પણ કરી મુલાકાત
G-20 સમિટમાં પીએમ મોદીએ શી જિનપિંગ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને બ્રિટનના નવા પીએમ ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી હતી. પીએમ મોદીએ યૂક્રેન યુદ્ધ રોકવાની પણ અપીલ કરી હતી.
વિશ્વમાં વાગે છે ભારતનો ડંકો
આ પહેલા પીએમ મોદીએ બાલીમાં રહેતા ભારતીયોને પણ સંબોધિત કર્યા હતા. અહીં પીએમએ કહ્યું કે ભારત હવે નાની-નાની બાબતો વિશે વિચારતું નથી અને હવે દુનિયામાં ભારતનો ડંકો વાગે છે. મોદીએ કહ્યું હતું કે ભારત જવાબદારી સાથે આગળ વધવા માટે કટિબદ્ધ છે.
મોદીએ વધુમાં કહ્યું કે ભારત અને ઈન્ડોનેશિયાનો સાથ માત્ર સુખનો નથી. આપણે સુખ-દુઃખમાં એકબીજાના દુઃખમાં સહભાગી થવાના છીએ. જયારે 2018 માં જ્યારે ઇન્ડોનેશિયામાં મોટો ભૂકંપ આવ્યો, ત્યારે ભારતે તરત જ ઓપરેશન સમુદ્ર મૈત્રી શરૂ કર્યું હતું. ત્યારે મેં કહ્યું હતું કે ભારત અને ઈન્ડોનેશિયામાં 90 નોટિકલ માઈલનું અંતર ભલે હોય તો પણ અમે 90 નોટિકલ માઈલ દૂર નથી, અમે 90 નોટિકલ માઈલ નજીક છીએ.
પીએમએ કહ્યું કે બાલી આવ્યા પછી દરેક ભારતીયને અલગ લાગણી થાય છે અને હું પણ તે જ અનુભવી રહ્યો છું. એ જગ્યા કે જેની સાથે ભારતનો હજારો વર્ષોથી સંબંધ છે, જેના વિશે તમે સાંભળતા જ હશો. પેઢી દર પેઢીએ આ પરંપરાને આગળ ધપાવી પરંતુ તેને ક્યારેય અદૃશ્ય થવા દીધી નથી.