શહેરમાં ભૂગર્ભ ગટર ગેસની લાઈન પાણીની લાઈન સહિતના અનેક કામો ચાલી રહ્યા છે જેમાં મધુરમ મોતીબાગ ઝાંઝરડા રોડ સહિતના મોટાભાગના વિસ્તારોમાં વિવિધ વિકાસ કામોને લઈને આડેધડ ખોદવાના કામ ચાલી રહ્યા છે ગઈકાલે જૂનાગઢના પડેલા વરસાદે ઝાંઝરડા વિસ્તારના લોકોને ત્રાહિમામ પોકારાવી દીધા હતા વોર્ડ નંબર સાતના જીવનપાર્ક-બે ઓમ બંગલોઝ જીવનધારા સોસાયટી હરિઓમ નગર સહિતના વિસ્તારોમાં એટલી હદે કાદવ કિચડનું સામ્રાજ્ય જામ્યું કે ગામડાના ખેતરોની જેવી પરિસ્થિતિ હોય તેનાથી પણ બદત્તર પરિસ્થિતિ હતી. લોકો રસ્તા પર ચાલીને પણ પસાર ન થઈ શકે તેવી મુશ્કેલીઓ ભોગવી પડી છે વોર્ડ નંબર સાતના જીવનપાર્ક-બે જીવનધારા સોસાયટી હરિઓમ નગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર ગેસની લાઈન અને પાણીની લાઈન માટે ખોદેલા રસ્તાઓમાં આડેધડ ધૂળના ઢગલાઓ પણ કરી દેવાય હતા તે ધૂળના ઢગલાઓ પર અચાનક ધોધમાર વરસાદ પડ્યો અને વિસ્તાર પર રસ્તામાંથી ખોદવામાં આવેલી પીળી માટીના ઢગલા પર વરસાદ પડતા માટી ચારે તરફ ફેલાઈ ગઈ હતી ચાલીને નીકળવામાં પણ મુશ્કેલી હતી. જો રસ્તા પર ચાલીને નીકળીએ તો પડી જાય તેવી સમસ્યા સર્જાયતી હતી જેના કારણે લોકો દિવસ પર ઘરની બહાર નીકળી શક્યા ન હતા