એફઆરસીમાં સરકારના નિયમથી વિપરીત વધારાની ફી વસૂલ કરવા જુનાગઢ જિલ્લાની 25 શાળાઓ દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે ત્યારે કમિટી દ્વારા બેઠક યોજ્યા બાદ ફી વસૂલ કરવાને બદલે બે થી ત્રણ મહિનાનો સમય લાગશે નવું સત્ર શરૂ થયા પહેલા જ ફી વસૂલ કરવાની અમલવારીને બદલે એડમિશન બાદ મોંઘવારીનો ડામ લાગુ પડશે જિલ્લામાં માધ્યમિક વિભાગમાં 179 શાળાઓ આવેલી છે જે પૈકી 145 શાળાઓએ વાલીઓ પાસેથી રાજ્ય સરકારની નિર્ધારિત ફી વસૂલ કરવા સહમતિ દાખવી છે જ્યારે 11 શાળા હોય 15,000 ની નિર્ધારિત કરતા વધારે ફી વસૂલ કરવા ફી રેગ્યુલેશન કમિટીમાં દરખાસ્ત કરવામાં આવી છે હાલ ઉનાળુ વેકેશન હોવાથી શાળાઓમાં રજા પડી છે વેકેશન બાદ નવા સત્રથી જુનાગઢ જિલ્લામાં પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક મળી કુલ 25 શાળાઓએ ફી વધારાની દરખાસ્ત મુકવામાં આવેલ છે જોકે દરખાસ્ત હજુ મંજૂર થઈ નથી પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓ પર ફી વધારાનો આકરો ડામ મૂકવાની તૈયારી શરૂ કરાઈ હોય તેમ નવા સત્રથી ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મોંઘવારીનો માર નાખવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે