પ્રથમ કિસ્સામાં એક વિદ્યાર્થીને પહોંચાડતા વિદ્યાર્થીએ સુરત પોલીસનો આભાર માન્યો હતો.
માહિતી મુજબ, સુરતમાં હાલ વિવિધે વિસ્તારમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. ત્યારે મેટ્રોની આ કામગીરીના લીધે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે સેન્ટર સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન થાય તે માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરી આવા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. પ્રથમ કિસ્સામાં એક વિદ્યાર્થીને પહોંચાડતા વિદ્યાર્થીએ સુરત પોલીસનો આભાર માન્યો હતો.
94 જેટલા પોલીસ કર્મચારી બાઇક સાથે તૈનાત
શહેરમાં બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જે હેઠળ ટ્રાફિકમાં ફસાતા વિદ્યાર્થીને સેન્ટર સુધી પહોંચવામાં પોલીસ દ્વારા મદદ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ, શહેરના વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 94 જેટલા પોલીસ કર્મચારીઓને બાઇક સાથે તૈનાત કરવામાં આવ્યા છે. જે કોઈ વિદ્યાર્થીને મેટ્રો પ્રોજેક્ટની કામગીરીના લીધે અથવા ટ્રાફિકના લીધે સેન્ટર સુધી પહોંચવામાં મુશ્કેલી થાય તો તે ટ્રાફિક પોલીસનો સંપર્ક કરશે. આથી બાઇકસવાર પોલીસકર્મી એ વિદ્યાર્થી સુધી પહોંચશે અને પછી બાઇક પર વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે. તાજેતરની એક ઘટનામાં એક વિદ્યાર્થી ટ્રાફિકમાં અટવાતા પોલીસ દ્વારા બાઇક પર તેણે પરીક્ષા કેન્દ્ર વનિતા વિશ્રામ હાઈસ્કૂલ ખાતે પહોંચાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિદ્યાર્થીએ ટ્રાફિક પોલીસનો આભાર માન્યો હતો.