અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલજી હોસ્પિટલની મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
હવે અમદાવાદની પૂર્વ વિસ્તારની પ્રખ્યાત મેડિકલ કોલેજ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલજી હોસ્પિટલની મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
નેશનલ મેડિકલ કમિશનના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 5 ડિસેમ્બરે પત્ર લખીને આ ઠરાવની પુષ્ટિ કરી છે. આમ હવે એલજી હોસ્પિટલ પરિસરમાં આવેલી મેડિકલ કોલેજ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે.
થોડા મહિના પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એલજી હોસ્પિટલ કેમ્પસમાં આવેલી અમદાવાદ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ પ્રસ્તાવને મંજૂરી માટે દિલ્હીમાં નેશનલ મેડિકલ કમિશનને મોકલવામાં આવ્યો હતો. જો કે નેશનલ મેડિકલ કમિશનના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે મંજૂરી આપતા આ મેડિકલ કોલેજ હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે. જેથી આ મેડીકલ કોલેજ હવેથી નરેન્દ્ર મોદી મેડીકલ નામથી ઓળખાશે.
ખાસ કરીને અગાઉ જ આ પ્રકારની વિગતો સામે આવી હતી જેમાં પીએમ મોદીના નામથી મેડીકલ કોલેજ ઓળખાય. જેથી કેટલાક નિયમ હેઠળ આ પ્રક્રીયા પસાર થયા પછી જ ઓફિસિયલી નામ આપી શકાય છે ત્યારે હવે આ મંજૂર આપી દેવામાં આવી છે.