બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે ભાભરમાં આયોજીત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં ઠાકોર સમાજના લગ્નપ્રસંગમાં ડીજેનો ઉપયોગ બંધ કરવાની માગ કરી છે. જે દીકરા-દીકરી ડીજે વગર લગ્ન કરવાની ના પાડતા હોય તેના માતાપિતાને પણ સમજાવવા અપીલ કરી છે. જે વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે… બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અનેકવાર પોતાના નિવેદનોને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યા છે.ત્યારે અગાઉ બંદૂક સાથેના ફોટા ને લઈ સોશિયલ મીડિયામાં તેમનો ફોટો વાયરલ થયો હતો જે બાદ આજે ઠાકોર સમાજમાં ડીજે પર પ્રતિબંધને લઇ તેમનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભાભરના ઈન્દરવા ગામમાં આયોજીત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં ગેનીબહેન ઠાકોરે ઠાકોર દ્વારા ઠાકોર સમાજના લગ્નપ્રસંગમાં ડીજેનો ઉપયોગ બંધ કરવાની વાત લોકો સમક્ષ મૂકી હતી અને તે સમયે તેમને પોતાના ભાષણમાં થોડા દિવસ પહેલા એક વાત આવી હતી કે, એક દીકરી ડીજે વગર ફેરા ફરવાનું ના પાડતી હતી. ગેનીબહેને કહ્યું હતું કે, લગ્ન સમયે જ જે ડીજે વગર ફેરા ફરવાની ના પાડતી હોય તેને લાવીને શું કરવાની. ઘણા લોકો જાનમાં ડીજે નથી લઈ જતા. પણ રાત્રીજગામાં ડીજે લાવે છે તે પણ લાવવાનું બંધ
