નાડેપ ખાતર પદ્ધતિ, જે લાંબા સમયે લોકોને પણ સારા સ્વાસ્થ્ય માટે છે જરૂરી
નાડેપ ખાતર બનતા અઢીથી ત્રણ મહિના એટલે કે 90 દિવસમાં તૈયાર થઈ જાય છે. આ ખાતર બનાવવા માટે ગાય કે ભેંસના છાણનો ઉપયોગ કરી શકાય છે.
એક 4 ફૂટની ટાંકીમાં 90 દિવસના સમયમાં દોઢથી 2 ટન નાડેપ ખાતર તૈયાર થાય છે.
હાલ તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રના મેનેજર સાગરભાઈ આ નાડેપ ખાતરની પદ્ધતિને ઉત્તમ ગણાવી છે.
હાલ ગંભીર કહેવાય તેવા કેન્સર, હાર્ટ એટેક અને શરીરમાં રોગોના પ્રમાણ વધ્યું છે, જે ખેતીમાં વપરાતા જંતુનાશક દવા સહિત ઝેરી કેમિકલ યુક્ત ખાતરોના ઉપયોગથી રોગચાળો વકરી રહ્યો હોવાનું પણ તારણ કાઢવામાં આવ્યું છે. જેને લઈ સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે સેમિનાર કરી છાણીયા ખાતર બનાવવા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત છાણીયું ખાતર જમીન માટે કેટલું જરૂરી છે. તે માટે સમજ આપવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ફાર્મ હાઉસ ખાતે છાણીયા ખાતર માટે ડેમો સ્ટેશન બનાવવામાં આવ્યું છે જ્યાં નાડેપ ખાતર તૈયાર કરવા સાથે તેનો ઉપયોગ ફાર્મમાં જ કરવામાં આવે છે.નાડેપ ખાતર તૈયાર કરવા માટે કરવી પડતી પદ્ધતિની વાત કરીએ તો એક કુંડ જેવી આંકારની ટાંકી બનાવી તેમાં છાણના લેયર બનાવવામાં આવે છે એક લેયર થાય બાદ તેના ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે છે.આવી રીતે ઉપરા છાપરી દસ જેટલા સ્તર બનાવી તેના ઉપર અઠવાડિયામાં ત્રણથી ચાર વાર પાણીનો છંટકાવ કરવામાં આવે છે.
નાડેપ ખાતર બનતા અઢીથી ત્રણ મહિના એટલે કે 90 દિવસમાં તૈયાર થઈ જાય છે.આ ખાતર બનાવવા માટે ગાય કે ભેંસના છાણનો ઉપયોગ કરી શકાય છે.એક 4 ફૂટની ટાંકીમાં 90 દિવસના સમયમાં દોઢથી 2 ટન નાડેપ ખાતર તૈયાર થાય છે.
હાલ તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રના મેનેજર સાગરભાઈ આ નાડેપ ખાતરની પદ્ધતિને ઉત્તમ ગણાવી છે અને પશુ પાલકો પોતાના પશુઓનું છાણ ખુલ્લામાં નાખવાની બદલે નાડેપ ખાતર બનાવવાની પદ્ધતિ અપનાવે તો તેઓ પોતાના પશુનું છાણીયું ખાતર વેસ્ટ થતા અટકાવી શકે છે અને આ ખાતર બનાવી કમાણી પણ કરી શકે છે જે માટે બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતો અને પશુપાલકોને માર્ગદર્શન સાથે તેનો ડેમો પણ બતાવી શકવાની તૈયારી બતાવી રહ્યા છે.