આવનારા દિવસોમાં તમારા હાથમાં ટાટા ગ્રૂપ દ્વારા બનાવવામાં આવેલ આઈફોન હશે. એક રિપોર્ટ અનુસાર એપલે ભારતમાં iPhone 15 સિરીઝનું ઉત્પાદન કરવા માટે ટાટા ગ્રુપ સાથે હાથ મિલાવ્યા છે. અગાઉ Foxconn, Pegatron અને Luxshare જેવી કંપનીઓ ભારતમાં iPhone એસેમ્બલ કરતી રહી છે, પરંતુ હવે ટાટા ગ્રુપ પણ આ રેસમાં જોડાઈ ગયું છે. ગ્રૂપ એપલના 2023 iPhone મોડલમાંથી માત્ર 5 ટકા જ એસેમ્બલ કરશે.
દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગૃહોમાંના એક ટાટા ગ્રુપે એપલના આઈફોન બનાવવાની શરૂઆત કરી દીધી છે. કંપનીએ ટાટા ગ્રૂપ દ્વારા વિસ્ટ્રોનની ભારતીય ઉત્પાદન લાઇન હસ્તગત કરી છે. આમાં iPhone 15 સિરીઝને એસેમ્બલ કરવામાં આવશે.
દેશના અગ્રણી ઔદ્યોગિક ગૃહોમાંના એક ટાટા ગ્રુપે દેશમાં એપલના આઈફોનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. એપલના સીઈઓ ટિમ કૂક ગયા મહિને ભારતની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે મુંબઈમાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે આ મીટિંગમાં બંને વચ્ચે ભારતમાં મેગા ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન વિશે લાંબી વાતચીત થઈ હતી.
એટલું જ નહીં, Appleની આ નવી સિરીઝનો મેક ઇન ઇન્ડિયા ફોન આ વર્ષના અંતમાં લૉન્ચ થઈ શકે છે. ટાટા ગ્રુપ ભારતમાં iPhone બનાવનારી ચોથી કંપની હશે. ટાટા ગ્રુપે વિસ્ટ્રોનની ભારતીય પ્રોડક્શન લાઇન હસ્તગત કરી છે, જ્યાં iPhone 15 સિરીઝ એસેમ્બલ કરવામાં આવશે. વિસ્ટ્રોન ભારતીય બજારમાંથી બહાર નીકળવા માટે તૈયારી કરી રહી છે. ટાટાએ કંપનીની પ્રોડક્શન લાઇન મેળવી લીધી છે, તેથી તે ભારતમાં iPhone ઉત્પાદન માટે નવા કોન્ટ્રાક્ટ પાર્ટનર બનશે. તાઈવાની કંપની વિસ્ટ્રોનનો બેંગલુરુની બહાર નરસાપુરામાં પ્લાન્ટ છે.
એપલે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે તે ચીન પર તેની નિર્ભરતા ઘટાડવા માંગે છે. એપલે ચીન કરતાં ભારતને પસંદ કર્યું છે. તેનું કારણ એ છે કે ભારતમાં સ્માર્ટફોનનું મોટું માર્કેટ છે. ઉપરાંત, ભારત ટેકનોલોજી હબ તરીકે વિકાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, ભારતમાં iPhone 15 ની એસેમ્બલિંગનો બેવડો ફાયદો છે. યુએસ કંપની Apple આ વર્ષે સપ્ટેમ્બરમાં Apple iPhone 15 સિરીઝ લોન્ચ કરે તેવી શક્યતા છે.