ઇન્સ્ટન્ટ મલ્ટીમીડિયા મેસેજિંગ એપ Telegram એ એક નવું અપડેટ બહાર પાડ્યું છે. આ નવા અપડેટ પછી Telegram માં ઘણા નવા ફીચર્સ એડ કરવામાં આવ્યા છે. ટેલિગ્રામે જુલાઈમાં પ્રીમિયમ યુઝર્સ માટે સ્ટોરીઝ ફીચર લોન્ચ કર્યું હતું અને ઓગસ્ટમાં તેને દરેક માટે રિલીઝ કર્યું હતું. હવે કંપનીએ ટેલિગ્રામમાં એક નવું અપડેટ ઉમેર્યું છે. આ અપડેટ પછી, Telegram યુઝર્સ સ્ટોરીઝમાં મ્યુઝિક એડ કરી શકશે. આ સિવાય સ્ટોરીઝમાં નવા રિએક્શન સ્ટિકર્સ પણ એડ કરી શકાશે.
ટેલિગ્રામ ચેનલ પર પણ અપલોડ કરી શકાશે સ્ટોરીઝ –
આ સિવાય Telegram યુઝર્સ હવે વ્યૂઝ મોડમાં ફોટો અને વીડિયો શેર કરી શકશે. સ્ટોરીઝ હવે ટેલિગ્રામ ચેનલ પર પણ અપલોડ કરી શકાશે. ટેલિગ્રામ સ્ટોરીઝ પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝની જેમ 6, 12, 24 અને 48 કલાક માટે અપડેટ કરી શકાય છે.
પ્રીમિયમ યુઝર્સ પણ સ્ટોરીઝને બૂસ્ટ અથવા પ્રમોટ કરી શકશે –
Telegram ના પ્રીમિયમ યુઝર્સ પણ સ્ટોરીઝને બૂસ્ટ અથવા પ્રમોટ કરી શકશે. ટેલિગ્રામ હવે ચેનલને સુધારવાની ટિપ્સ પણ આપશે. આ માટે તમે Channel Info > More > Statistics > Boosts ચેક કરી શકો છો.
સ્ટોરીઝ પર એક દિવસમાં માત્ર એક જ રિએક્શન આપી શકાશે –
ફ્રી ટેલિગ્રામ યુઝર્સ સ્ટિકર્સ સ્ટોરીઝ પર એક દિવસમાં માત્ર એક જ રિએક્શન આપી શકશે, જ્યારે પ્રીમિયમ યુઝર્સ પાસે 5 રિએક્શન આપવાનો વિકલ્પ છે. સ્ટોરીઝમાં મ્યુઝ એડ કરવા માટે, તમે તમારા ફોનની ગેલેરીની મદદ લઈ શકો છો.
નવા ડિવાઇસ પર લોગિન કરશે ત્યારે યુઝર્સને એલર્ટ મોકલશે –
નવા અપડેટ પછી, ટેલિગ્રામ યુઝર્સ જ્યારે પણ નવા ડિવાઇસ પર લોગિન કરશે ત્યારે યુઝર્સને એલર્ટ મોકલશે. કંપનીએ એક નવું સિક્યોરિટી ફીચર પણ બહાર પાડ્યું છે જેની મદદથી તમે હવે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરી શકો છો.