કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે, ગુજરાત કોંગ્રેસ કલમ 144 મામલે રસ્તે ઉતરશે, કહ્યું, આ કલમ આઝાદીના લડવૈયાઓ સામે બની હતી. જેથી કોંગ્રેસ તેના વિરોધમાં રસ્તે ઉતરીને વિરોધ કરશે. આગામી સમયમાં આ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે.

કલમ 144 હેઠળ કોઈ ગુન્હો નોંધવામાં પ્રાવધાન હતું નહી
કલમ 144 એ 1898માં બ્રીટીશ સરકારના રાજ વખતે આઝાદીના લડવૈયાઓ સામે ઉપયોગ કરવા માટે બનાવવામાં આવી હતી. તે વખતે પણ કલમ 144 હેઠળ કોઈ ગુન્હો નોંધવામાં પ્રાવધાન હતું નહી. તેમ હેમાંગ રાવલ કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું હતું.
કલમ 144 એ એક પ્રકારનો અઘોષીત કરફ્યુ ગણી શકાયઃ હેમાંગ રાવલ
કોરોના પહેલા ત્રણ વર્ષમાં માત્ર અમદાવાદમાં 64 વાર કલમ 144 નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ. ભૂતકાળમાં કલમ 144 નો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે નહી પરંતુ સરકારના અઘટીત કાર્યોના વિરોધને દબાવવા માટે ઉપયોગ થયેલો છે, કલમ 144 એ એક પ્રકારનો અઘોષીત કરફ્યુ ગણી શકાયઃ શ્રી હેમાંગ રાવલ
નોંધપાત્ર બાબત એ છે કે આ બિલ માર્ચ-2021માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જો કે, હવે જ્યારે બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે, તો પોલીસ આઈપીસીની કલમ 188 હેઠળ વિરોધીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. કલમ 144 લાગુ કરવાની સત્તા ગુજરાત સરકાર, પોલીસ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.