રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ગયા વર્ષે મેથી રેપો રેટ વધારવાનું શરૂ કર્યું હતું. જે પછી મોટાભાગની જાહેર, પ્રાઇવેટ અને નાની ફાઇનાન્સ બેન્કોએ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ વધારવાનું શરૂ કર્યું. હવે મોટાભાગે તમામ સ્મોલ ફાઇનાન્સ બેન્કો કસ્ટમર્સને અન્ય જાહેર અને પ્રાઇવેટ ક્ષેત્રની બેન્કોની તુલનામાં ઊંચા વ્યાજ દરો ઓફર કરી રહી છે. કેટલીક નાની ફાઇનાન્સ બેન્કો FD પર 9% થી વધુ વ્યાજ ઓફર કરી રહી છે. ચાલો જાણીએ કઈ બેન્કો સૌથી વધુ વ્યાજ આપી રહી છે.
આ નાની ફાઇનાન્સ બેન્કો છે જેમાં તમે FDમાં રોકાણ કરી શકો છો
1) યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક (Unity Small Finance Bank): બેંક સામાન્ય લોકોને 9.00% અને વરિષ્ઠ નાગરિકોને 1001 દિવસની FD પર 9.50% વ્યાજ આપે છે. આ સિવાય બેંક 181-201 દિવસની FD પર 9.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.
2) જના સ્મોલ ફાઇનાન્સ બેંક (Jana Small Finance Bank): બેંક બે થી ત્રણ વર્ષથી વધુની FD પર સામાન્ય લોકોને 8.50 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 9 ટકા વ્યાજ આપે છે. બેંક કસ્ટમર્સને 4.25 ટકાથી 9 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.
3) સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક (Suryoday Small Finance Bank): બેંક 999 દિવસની FD પર સામાન્ય લોકોને 9 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 9.60 ટકા વ્યાજ ઓફર કરે છે. સૂર્યોદય ફાઇનાન્સ કસ્ટમર્સને મહત્તમ 9.60 ટકા વ્યાજ આપી રહ્યું છે. બેંકના વ્યાજ દર 4.50 ટકાથી 9.60 ટકા સુધીની છે. આ નવા દરો 5 મેથી લાગુ થશે.
4) ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક (Equitas Small Finance Bank): બેંક 888 દિવસની FD પર સામાન્ય લોકોને 8.50 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 9 ટકા વ્યાજ આપી રહી છે. આ નવા દરો 11 એપ્રિલથી લાગુ થશે.
5) ESAF સ્મોલ ફાઇનાન્સ બેંક (ESAF Small Finance Bank): બેંક 2 વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછી એફડી પર 9% વ્યાજ ઓફર કરે છે. આ વ્યાજ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવી રહ્યું છે. સામાન્ય લોકોને 8.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.