New Traffic Rule Update: જો તમે ખાડા વગરના રસ્તાઓ પર ફુલ સ્પીડમાં વાહન લઈને જતા હોવ તો સાવધાન થઈ જજો. કારણ કે નવા નિયમો અનુસાર જો તમારી પાસે તમામ દસ્તાવેજો હોય, તો પણ તમારું 2000 રૂપિયાનું ચલણ કપાઈ શકે છે. આપને જણાવી દઈએ કે, નવા નિયમો મુજબ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ટ્રાફિક પોલીસ પાસે આવા હથિયાર છે જેના માટે તે તમને 2000 રૂપિયાનું ચલણ ફટકારી શકે છે, પછી ભલેને તમે કોઈ ભૂલ ન કરી હોય. ચાલો તમને જણાવીએ કે, તે કયો નિયમ છે જેના કારણે તમારો કોઈપણ કારણ વગર 2000 રૂપિયાનો ચલણ કપાઈ શકે છે.
179 MVA હેઠળ કાપી શકે છે ચલણ
હકીકતમાં, જો તમે ડ્રાઇવિંગ કરતી વખતે કોઈ ભૂલ પણ નથી કરી રહ્યા. તેની સાથે તમામ દસ્તાવેજો પણ તમારી પાસે ઉપલબ્ધ છે. તો પણ ટ્રાફિક પોલીસ તમારા ગેરવર્તનને કારણે 2000 રૂપિયાનું ચલણ કાપી શકે છે. આ અધિકાર ટ્રાફિક કર્મચારીઓને 179 MVA હેઠળ આપવામાં આવ્યો છે. કારણ કે, ડ્રાઈવર કોઈ રાજકારણી કે મોટા પોલીસ અધિકારીનું નામ લઈને ટ્રાફિક કર્મીઓને ધમકાવવાનો પ્રયાસ કરે છે, તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ટ્રાફિક કર્મચારીને આ અધિકાર આપવામાં આવ્યો છે. કારણ કે ચર્ચાને દુર્વ્યવહાર અને ગેરવર્તણૂકમાં બદલવામાં લાંબો સમય લાગતો નથી.
કોર્ટ જવાનો વિકલ્પ
જો કે, વાહન ચાલક પાસે પણ 179 MVA હેઠળ 2000 રૂપિયાના ચલણ જારા થવા પર કોર્ટમાં જવાનો વિકલ્પ હોય છે. જો તે ઈચ્છે તો તેને કોર્ટમાં પડકારી શકે છે. પરંતુ કાયદાકીય ગૂંચવણના કારણે કોઈપણ ડ્રાઈવર માત્ર 2000 ચલણ ભરવાનું યોગ્ય માને છે. આ સિવાય પણ આવા ઘણા ચલણ છે જેને સમજવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. 194D MVA હેઠળ, જો તમે હેલ્મેટની પટ્ટી ન બાંધી હોય તો પણ તમને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. એટલું જ નહીં, લોકલ હેલ્મેટ પહેરવા પર પણ તમને ચલણ થઈ શકે છે.