કોલ્ડ ડ્રિંક ઉત્પાદક કોકા-કોલા ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ પ્લેટફોર્મ થ્રાઈવમાં હિસ્સો ખરીદવા માટે તૈયાર છે. થ્રાઇવ એ ફૂડ સર્ચ અને ડિલિવરી પ્લેટફોર્મ છે જે 5,500 થી વધુ રેસ્ટોરાં સાથે ભાગીદારી ધરાવે છે અને સ્વિગી અને ઝોમેટો સાથે સીધી સ્પર્ધા કરે છે. મળતી માહિતી મુજબ, ભારતમાં સ્ટાર્ટઅપમાં કોકા-કોલાનું આ પ્રથમ રોકાણ હશે, પરંતુ તેની ડીલ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ આંકડા પ્રાપ્ત થયા નથી.
આ ઉપરાંત આ રોકાણ કોકા-કોલાને તેમના પ્રતિસ્પર્ધીઓ વિરુદ્ધ કંપનીને આગળ ધપાવશે. કારણ કે તે ગ્રાહકોને માત્ર કોકા-કોલાની કોલ્ડ ડ્રિંક પ્રોડક્ટ્સ તેમજ થ્રાઈવ એપ પર બનાવેલા ફૂડના ઓર્ડર આપવા માટે પ્રોત્સાહિત કરશે. તેનાથી તેમને ઓર્ડર કસ્ટમાઈઝ કરવા, પેકેજ ડીલ્સ અને ફૂડ વેચવામાં મદદ કરશે. 2021ના અંતે ડોમિનોઝના ઓપરેટર જુબિલન્ટ ફૂડવર્કસે થ્રાઇવમાં આશરે 24.75 કરોડ રૂપિયામાં 35% હિસ્સો ખરીદ્યો હતો. પછી તેમણે જણાવ્યું હતું કે, તે ગ્રાહકોને સીધી ડિલિવરી કરવામાં મદદ કરશે અને સાથે જ તેને ગ્રાહક ડેટા સુધી પહોંચવામાં મદદ કરશે.
આપને જણાવી દઈએ કે, અત્યાર સુધી કોકા કોલા પેકેજ્ડ કોક અને થમ્સ અપ એરેટેડ ડ્રિંક્સ, મિનિટ મેઇડ જ્યુસ, જ્યોર્જિયા કોફી અને કિન્લી વોટર વેચે છે. તેઓએ એકમાત્ર ફાસ્ટ ફૂડ ચેઇન, મેકડોનાલ્ડ્સ સાથે વૈશ્વિક ભાગીદારી પસંદ કરી છે, જે ફક્ત કોકા-કોલા કોલ્ડ ડ્રિંક્સ વેચે છે. કોકા-કોલા ઈન્ડિયાએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. થ્રાઈવનાઉ (ThriveNow) નું સંચાલન કરતી હેશટેગ લોયલ્ટીના કો-ફાઉન્ડર ધ્રુવ દીવાને પણ આ બાબતે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે.
એક મોટી તક જોઈ રહી છે કંપની
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોકા-કોલાએ ભારતમાં તેનું વૈશ્વિક ફૂડ પ્લેટફોર્મ Coke is Cooking લોન્ચ કર્યું હતું, જેની શરૂઆત કોલકાતાથી થઈ હતી, જેથી ગ્રાહકોને રેસ્ટોરન્ટમાંથી ફૂડ તેમજ તેના પીણાંનો ઓર્ડર આપવા માટે પ્રોત્સાહિત કરી શકાય. તે સમયે કોકા-કોલાના ભારત અને દક્ષિણ એશિયાના વાઈસ પ્રેસિડેન્ટ, માર્કેટિંગ હેડ અર્નબ રોયે જણાવ્યું હતું કે કંપની ભારતમાં ફૂડ પેરિંગ સાથે વપરાશ વધારવાની વિશાળ તક જોઈ રહી છે.
18-25% ચાર્જ કરે છે Zomato અને Swiggy
થ્રાઇવ પાસે સેલ્ફ-સર્વ ટૂલ પણ છે જે રેસ્ટોરાંને તેના પ્લેટફોર્મ પર તેમના પોતાના સબ-પોર્ટલ બનાવવાનો વિકલ્પ પ્રદાન કરે છે જેથી તેઓ ગ્રાહકો પાસેથી સીધા જ ઓનલાઇન ઓર્ડર મેળવી શકે. પ્લેટફોર્મે એક વિશાળ રેસ્ટોરન્ટ બેઝ મેળવ્યો છે કારણ કે તે ઝોમેટો અને સ્વિગી દ્વારા વસૂલવામાં આવતા 18-25%ની તુલનામાં રેસ્ટોરન્ટ્સ પાસેથી એક ચતુર્થાંશ કમિશન વસૂલ કરે છે.