જો તમે પણ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને દર વર્ષે ટેક્સ ચૂકવો છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓ માટે મોબાઈલ એપની સુવિધા શરૂ કરવામાં આવી છે.
Income Tax Department: જો તમે પણ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) ને દર વર્ષે ટેક્સ ચૂકવો છો, તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) દ્વારા કરદાતાઓ માટે મોબાઈલ એપની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ એપ દ્વારા ટેક્સપેયર્સ મોબાઈલ પર TDS સહિત એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) જોઈ શકશે. વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેની સાથે, ટેક્સપેયર્સને સોર્સ પર ટેક્સ કપાત / સ્ત્રોત પર ટેક્સ કલેક્શન (TDS/TCS), વ્યાજ, ડિવિડન્ડ અને શેર ડીલ્સ વિશે માહિતી મળશે.
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ફ્રીમાં ઉપલબ્ધ કરાવે છે
આ સિવાય ટેક્સ પેયરને તેના પર પોતાનો અભિપ્રાય આપવાનો વિકલ્પ પણ મળશે. ટેક્સપેયર્સ મોબાઇલ એપ્લિકેશન દ્વારા વાર્ષિક માહિતી પત્રક (AIS) / કરદાતા માહિતી પત્રક (TIS) માં ઉપલબ્ધ માહિતી જોઈ શકશે. ટેક્સપેયર્સ માટે એઆઈએસ (AIS For Taxpayer) એક મોબાઇલ એપ્લિકેશન છે. તે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) દ્વારા મફતમાં ઉપલબ્ધ કરવામાં આવે છે અને તે Google Play અને App Store પર ઉપલબ્ધ છે.
જુદા-જુદા સ્ત્રોતોથી એકત્રિત જાણકારી મળશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે , ‘એપનો ઉદ્દેશ્ય કરદાતાને AIS/TIS વિશે માહિતી આપવાનો છે. તે ટેક્સ પેયર્સને લગતા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્ર કરવામાં આવેલી માહિતી આપે છે. ટેક્સપેયર્સ AIS/TIS માં ઉપલબ્ધ TDS/TCS, વ્યાજ, ડિવિડન્ડ, શેર વ્યવહારો, કર ચૂકવણીઓ, ઈનકમ ટેક્સ રિફંડ, અન્ય વસ્તુઓ સંબંધિત માહિતી જોવા માટે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે.
ટેક્સ પેયર પાસે એપમાં દર્શાવેલી માહિતી પર પ્રતિસાદ આપવાનો વિકલ્પ અને સુવિધા પણ છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) એ જણાવ્યું હતું કે, કરદાતાઓને અનુપાલનની સુવિધા અને સારી સેવા આપવાના ક્ષેત્રમાં આ વિભાગની અન્ય એક પહેલ છે.