Who is Pratik Doshi and Prakala Wangmayi: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) ની પુત્રી પરકલા વાંગમયી (Prakala Wangmayi) ના લગ્ન ખૂબ જ સાદગીપૂર્ણ રીતે થયા હતા. 7 જૂને લગ્નના બંધનમાં બંધાનારી પરકાલાએ બેંગ્લોરની એક હોટલમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા હતા. આ દરમિયાન એક પણ VIP કે રાજકીય હસ્તી હાજર ન હતી. તેમની પુત્રીના લગ્ન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે અને લોકો લખી રહ્યા છે કે તેણે ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ તોડી નાખ્યો છે.
સંતોની હાજરીમાં પ્રતિકની થઈ ગઈ પરકલા
સીતારમણની પુત્રી પરકલા અને પ્રતિક દોષી (Pratik Doshi) ના લગ્ન ઉડુપી અદમારુ મઠના સંતોની હાજરીમાં બ્રાહ્મણ પરંપરા મુજબ થયા હતા. આ ખાસ પ્રસંગ માટે પરકલાએ ગુલાબી સાડી પહેરી હતી અને તેને લીલા બ્લાઉઝ સાથે પેયર કરી હતી. વર પ્રતિકે સફેદ પંચ અને શાલ પહેરી હતી. નિર્મલા સીતારમણે આ ખાસ અવસર પર મોલાકલામારુ સાડી પહેરી હતી. આવો જાણીએ નાણામંત્રી નિર્મલા સીતારમણના જમાઈ વિશે-
કોણ છે જમાઈ પ્રતિક દોશી અને પુત્રી પરકલા
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, નાણામંત્રીની પુત્રી વાંગમયી મિન્ટ લાઉન્જના બુક્સ એન્ડ કલ્ચર વિભાગમાં ફીચર રાઈટર તરીકે કામ કરે છે. અને જમાઈ પ્રતીક 2014થી પીએમઓ સાથે જોડાયેલા છે. મૂળ ગુજરાતના રહેવાસી દોશી પીએમઓમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે કામ કરે છે. 2014માં જ્યારે મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે તેમની પણ અહીં બદલી કરવામાં આવી હતી. 2019માં તેમને જોઈન્ટ સેક્રેટરીના પદ પર બઢતી આપવામાં આવી હતી.
નાણામંત્રીના જમાઈ દોશીએ સિંગાપોર મેનેજમેન્ટ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે મોદીના મુખ્યમંત્રી પદ દરમિયાન ગુજરાતના સીએમઓમાં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું છે. PMOની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, તેઓ પીએમઓની રિસર્ચ એન્ડ સ્ટ્રેટેજી વિંગનું ધ્યાન રાખે છે. આપને જણાવી દઈએ કે, દોશી સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી.