ટેક્સ પેયર પાસે ઇન્કમટેક્સને લગતા 5 મહત્વના કામ પતાવવા માટે માત્ર એક સપ્તાહ બાકી છે. જો તમે આ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ નહીં કરો તો તમારે હજારો રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે અને તમને ઇન્કમટેક્સ વિભાગ તરફથી નોટિસ પણ મળી શકે છે. નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થવાનું છે, તેથી આ કાર્યો 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વીમા પોલિસી માટે ફોર્મ 12BB સબમિશન
જો તમે વીમા પૉલિસી લીધી હોય અને તેનું પ્રીમિયમ રૂપિયા 5 લાખથી વધુ હોય, તો 1 એપ્રિલ પછી, તમને તેની પાકતી રકમ પર કોઈ ટેક્સ બેનિફિટ કે કપાત નહીં મળે. તેથી, જો તમે 31 માર્ચ સુધીમાં તેનું પ્રીમિયમ ચૂકવો છો, તો તમે ટેક્સ ડિડક્શનનો બેનિફિટ મેળવી શકો છો. 1 એપ્રિલ પછી તમારે નવા નિયમો અનુસાર પ્રીમિયમ પર ટેક્સ ચૂકવવો પડશે. જો તમે પગારદાર છો તો તમારે 31મી માર્ચ પહેલા ફોર્મ 12BB સબમિટ કરવાનું રહેશે. આમાં HRA, LTC હોમ લોનના વ્યાજ વગેરેની વિગતો આપીને ટેક્સ બેનિફિટ મેળવી શકાય છે.
ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ
ટેક્સ પેયર દર વર્ષે ટેક્સ બચાવવા માટે વિવિધ યોજનાઓમાં રોકાણ કરે છે. જો તમારો ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હજુ સુધી પૂરો થયો નથી, તો તમારે તેને 31 માર્ચ, 2023 પહેલા સારી રીતે સેટલ કરવું પડશે. જો તમે 1 એપ્રિલથી આવું કોઈ ઇન્વેસ્ટ કરો છો, તો તે તમારા આગામી નાણાકીય વર્ષમાં એડ કરવામાં આવશે.
એડવાન્સ ટેક્સ
આવા ટેક્સ પેયર જેમની જવાબદારી TDS/TCS અને MAT બાદ પણ રૂ. 10,000થી વધુ છે, તેઓએ દર વર્ષે 4 હપ્તામાં એડવાન્સ ટેક્સ ચૂકવવો પડશે. જો કે આવા ટેક્સ પેયરએ 15 માર્ચ સુધીમાં તેમનો સંપૂર્ણ 100% એડવાન્સ ટેક્સ ચૂકવવાનો હતો, પરંતુ જો તમે કોઈ કારણસર તેમ કરી શક્યા નથી, તો તમારી પાસે 31 માર્ચ સુધીનો સમય છે. જો તમે આ તારીખ પછી ફાઇલ કરો છો, તો તમારે વ્યાજ સાથે ટેક્સ ચૂકવવો પડશે.
પાન-આધાર લિંક
31 માર્ચ પહેલા પૂર્ણ કરવાનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય પાન-આધાર લિંક કરવાનું છે. હજુ પણ લગભગ 20 ટકા PAN ધારકોએ આ ડોક્યુમેન્ટને આધાર સાથે લિંક કર્યો નથી. આવી સ્થિતિમાં, જો તમે 31 માર્ચ સુધીમાં તમારું પાન-આધાર લિંક નહીં કરો, તો તમારું પાન કાર્ડ અમાન્ય માનવામાં આવશે. તમે આ બંને ડોક્યુમેન્ટ્સને 31 માર્ચ સુધી 1,000 રૂપિયાના દંડ સાથે લિંક કરી શકો છો.