જો તમે પણ તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો આજે અમે તમને એક સરસ આઈડિયા આપી રહ્યા છીએ. તમે ખેતી કરીને સારી કમાણી કરી શકો છો. એટલે કે, તુલસીની ખેતી કરીને તમે ઘણો નફો કમાઈ શકો છો. ભારતમાં તુલસીના છોડની ઘણી માગ છે, કારણ કે દેશના દરેક ઘરમાં તેનો ઉપયોગ પૂજા, હવન અને દવાઓ વગેરેના રૂપમાં થાય છે. તુલસીની ખેતી માટે વધારે ખર્ચની જરૂર નથી પડતી.
આજકાલ આયુર્વેદિક અને પ્રાકૃતિક વસ્તુઓ તરફ લોકોનો રસ વધી રહ્યો છે, જેના કારણે તુલસીના છોડની માગ પણ વધી છે. વર્તમાન સમય પર નજર કરીએ તો ખેડૂતોએ તેની ખેતી કરવી જ જોઈએ. તુલસીની ખેતીથી આવનારા ભવિષ્યમાં ખેડૂતોને ઘણો ફાયદો થશે.
ખૂબ જ ઓછી મૂડીમાં શરૂ કરો ખેતી
તેની ખેતી કરવા માટે બહુ મૂડીની જરૂર નથી પડતી, ન તો તેને વધારે જમીનની જરૂર પડે છે. તુલસીની ખેતીને તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના રૂપમાં પણ કરી શકો છો. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે એવી ખેતી જેમાં ખેડૂત પોતાના ખેતરમાં ખેતી કરે છે, પરંતુ તે આ ખેતી પોતાના માટે નહીં પરંતુ વ્યક્તિ કે કંપની માટે કરે છે. આમ કરવાથી તમે વધુ નફો મેળવી શકો છો.
ફક્ત 15,000 રૂપિયામાં શરૂ કરો ખેતી
પ્રારંભિક તબક્કામાં તમારે તુલસીની ખેતી કરવા માટે માત્ર 15 હજાર રૂપિયા ખર્ચ કરવાની જરૂર છે. તેના ત્રણ મહિના પછી તુલસીનો પાક સરેરાશ 3 લાખ રૂપિયામાં કોઈપણ કંપની દ્વારા ખરીદી લેવામાં આવે છે. બજારમાં ઘણી આયુર્વેદિક કંપનીઓ હાજર છે જે આયુર્વેદિક અને કુદરતી ઉત્પાદનો બનાવે છે. આવી કંપનીઓને તુલસીના છોડની ખૂબ જ જરૂર પડે છે. આ કંપનીઓમાં ડાબર, વૈદ્યનાથ અને પતંજલિ વગેરેનો સમાવેશ થાય છે. આ કંપનીઓ તમારો પાક ખરીદશે અને તેના માટે તમને સારી રકમ આપશે.