જો તમારા રૂપિયા પણ પીપીએફ સ્કીમમાં રોકાયેલા છે, તો તમારા માટે આ મહત્ત્વપૂર્ણ સમાચાર છે. કેન્દ્ર સરકાર દ્વારા સરકારી યોજનાઓ અંગે સમયાંતરે વિવિધ જાહેરાતો કરવામાં આવે છે. હવે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
મળે છે કમ્પાઉન્ડિંગ વ્યાજનો લાભ
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public Provident Fund) સ્કીમમાં તમને કમ્પાઉન્ડિંગના આધારે 7.1 ટકા રિટર્ન મળે છે. ઘણી વખત એવું બને છે કે તમે રૂપિયાનું રોકાણ કરો છો, પરંતુ ઈમરજન્સીમાં આ રૂપિયા ઉપાડવા પડે છે. તો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે મેચ્યોરિટી પહેલા એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી શકો છો.
શું મેચ્યોરિટી પહેલા એકાઉન્ટમાંથી ઉપાડી શકો છો રૂપિયા ?
ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે, જો તમે સમય પહેલા રૂપિયા ઉપાડી લો તો તમને રૂપિયા ઉપાડવાનું કારણ પૂછવામાં આવે છે અને તેમ છતાં તમને પૂરી રકમ આપવામાં આવતી નથી. પબ્લિક પ્રોવિડન્ટ ફંડના પણ પોતાના નિયમો છે, તેના નિયમો મુજબ, તમે 6 વર્ષ પૂરા થયા પછી રૂપિયા ઉપાડી શકો છો અને 5 વર્ષ પૂરા થયા પછી તેને બંધ પણ કરાવી શકો છો. જો તમે 6 વર્ષ પહેલા થોડા રૂપિયા ઉપાડવા માગતા હોવ, તો તમારી પાસે ઉપાડવા માટેનું માન્ય કારણ હોવું જોઈએ, તો જ તમે તમારા રૂપિયા ઉપાડી શકો છો.
ક્યારે ઉપાડી શકો છો રૂપિયા ?
રૂપિયા ઉપાડવા માટે તમારી પાસે માન્ય કારણ હોવું જરૂરી છે. જેમ કે તમે કોઈપણ રોગની સારવાર કરાવવા માગો છો અથવા તમે તમારા પરિવારના સભ્યની સારવાર માટે રૂપિયા ઉપાડી શકો છો. આ સિવાય તમે બાળકોના શિક્ષણ અને બાળકોના લગ્ન માટે પણ રૂપિયા ઉપાડી શકો છો.
પીપીએફ ઉપાડના નિયમ
- પીપીએફમાં રૂપિયા વિડ્રોલ માટે તમારે બેંકની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
- પછી તમારે બેંકની સત્તાવાર વેબસાઈટ પરથી ફોર્મ C ડાઉનલોડ કરવું પડશે
- ફોર્મ ભર્યા પછી બેંકમાં જમા કરાવી દો
- તમારું પીપીએફ એકાઉન્ટ પણ બેંકને બતાવો
- તેના પછી બેંક તમારા એકાઉન્ટમાં જમા રૂપિયાના 50 ટકા આપશે
500 રૂપિયાથી કરી શકો છો શરૂઆત
આપને જણાવી દઈએ કે, આ સ્કીમમાં વ્યક્તિ 500 રૂપિયાથી શરૂઆત કરી શકે છે. તે જ સમયે નાણાકીય વર્ષમાં તમે તેમાં મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. એટલું જ નહીં, PPFમાં તમને ચોક્કસ સમયગાળા પછી લોન અને આંશિક ઉપાડની સુવિધાનો લાભ પણ મળે છે.