અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસ દ્વારા રીહર્સલ કરાયું હતું. આવતીકાલે ગ્રાન્ડ રીહર્સલ થવાનું છે એ પહેલા જ પોલીસે તૈયારી હાથ ધરતા કાલુપુર, દરિયાપુર, તંબુચોકી, શાહપુર સહીતના વિસ્તારોમાં રીહર્સલ કર્યું હતું. જેમાં અધિકારીઓથી લઈને પોલીસના જવાનો સામેલ થયા હતા.
ક્રાઈમબ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ પણ અગાઉ કરવામાં આવ્યું હતું. રથયાત્રા રુટ પર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ફૂટ પેટ્રોલિંગ દ્વારા શંકાસ્પદ હિલચાલ પર પોલીલ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ત્યારે રીહર્સલ પણ થઈ રહ્યું છે.
અમદાવાદમાં અષાઢી બીજના દિવસે એટલે કે, 20 જૂનના રોજ રથયાત્રા યોજાશે ત્યારે રથયાત્રા પહેલા પોલીસે સુરક્ષા, વ્યવસ્થાને લઈને તૈયારીઓ હાથ ધરી છે. 22 કિમીના રુટ પર પોલીસે પેટ્રોલિંગ કર્યું હતું. આ દરમિયાન આવતીકાલે તમામ ગતિવિધીઓ પર ધ્યાન રાખવા માટે ગ્રાન્ડ રીહર્સલ યોજવામાં આવશે. મંદિરથી મોસાળ સુધી રથયાત્રાના રુટ પર રીહર્સલ મોટી સંખ્યામાં પોલીસના જવાનો દ્વારા કરવામાં આવશે. 22 કિમીના રુટ પર પોલીસ નિરીક્ષણ કરશે.
આવતીકાલે ગ્રાન્ડ રીહર્સલમાં 15 હજાર પોલીસના જવાનો જોડાશે
સુરક્ષા વ્યસ્થા જળવાઈ રહે માટે ડ્રોન, થ્રીડી સર્વેલન્સ, સીસીટીવી કેમેરા વગેરે પર ચાંપતી નજર રાખવામાં આવશે. જમાલપુરથી લઈને કાલુપુર, દરીયાપુર, શાહપુર સરસપુર સહીતના વિવિધ વિસ્તારોમાં રીહર્સલ કરવામાં આવશે. આઈપીએસ અધિકારીઓથી લઈને, પીઆઈ, ડીવાએસપીસ, પીએસઆઈ અને અન્ય તમામ 15 હજાર જેટલા પોલીસ જવાનો જોડાશે.