Aadhar Updation Date Extend: જો કોઈ કારણોસર તમે 14 જૂન સુધી તમારું આધાર કાર્ડ અપડેટ કરી શક્યા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, સરકારે ફ્રી આધાર કાર્ડ અપડેટની તારીખ 3 મહિના વધારી દીધી છે. હવે તમને આ સુવિધા 14 સપ્ટેમ્બર સુધી મફતમાં મળશે. હવે લોકો પાસે ત્રણ મહિનાનો પૂરતો સમય છે. જો કે, જે લોકો તેમના કાર્ડને અપડેટ કરવા માટે આધાર કેન્દ્ર પર જાય છે તેમને 50 રૂપિયાની ફી ચૂકવવી પડી શકે છે. ઉપરાંત, ફ્રી અપડેટ ફક્ત તે કાર્ડ ધારકો માટે જ હશે, જેમણે છેલ્લા 10 વર્ષમાં એકવાર પણ આધાર અપડેટ નથી કર્યું.
ઘરે બેસીને કરો આધાર અપડેટ
હકીકતમાં, આધાર ઓથોરિટીએ છેલ્લા બે મહિનાથી મફતમાં આધાર અપડેટ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ UIDAIએ 14 જૂન સુધી જ આ સુવિધા આપવાની જાહેરાત કરી હતી. લોકોની સમસ્યાને જોતા હવે UIDAIએ ફ્રી કાર્ડ અપડેટની તારીખ લંબાવી છે. એટલે કે હવે કોઈપણ કાર્ડ ધારક 14 સપ્ટેમ્બર સુધી ઘરે બેઠા મફતમાં પોતાનો આધાર અપડેટ કરી શકશે. જો કે, જે લોકો આધાર કેન્દ્ર પર જઈને તેમાં સુધારો કરાવે છે, તેમની પાસેથી 50 રૂપિયા સુધીની ફી વસૂલવામાં આવી શકે છે. જો કે, ફક્ત તે લોકો જ આ સુવિધાનો લાભ લઈ શકે છે જેમણે છેલ્લા 10 વર્ષથી આધાર અપડેટ નથી કર્યું.
હવે 14 સપ્ટેમ્બર છે લાસ્ટ ડેટ
આપને જણાવી દઈએ કે, એવા ઘણા લોકો છે જે નોકરીના કારણે પોતાનું એડ્રેસ બદલતા રહે છે. તેની સાથે કેટલાકના આધારમાં નામ બરાબર લખાયેલું નથી હોતું. આવા તમામ આધાર કાર્ડને અપડેટ કરવા માટે, UIDAI એ ફ્રી અપડેટ સુવિધા પૂરી પાડી હતી. જેની 14 જૂનના રોજ પૂરી થઇ હતી. પરંતુ હવે તેને લંબાવવામાં આવ્યો છે. એટલે કે, હવે કોઈપણ કાર્ડધારક ત્રણ મહિના માટે ફ્રીમાં આધાર અપડેટ કરી શકશે.