સમગ્ર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લાના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવોની ગણતરી હાલના તબક્કે હાથ ધરવામાં આવી હતી, જેમાં રીંછ-દીપડા સહિત અન્ય વન્ય પ્રાણીઓની સંખ્યામાં વર્ષ 2016ની સરખામણીએ ઘણો મોટો વધારો થવાની સંભાવનાઓ છે. વાંચો આ એક અહેવાલ…
સાબરકાંઠા જિલ્લામાં આવેલ જંગલ વિસ્તાર અને રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવો જેવા કે રીંછ, દીપડો, ઝરખ, શિયાળ, જંગલી ભુંડ, જંગલી બિલાડી સહિતના વન્ય પ્રાણીઓની દર 5 વર્ષે ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે. નોંધનીય છે કે, વન વિભાગના સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે 2016માં હાથ ધરાયેલ ગણતરીમાં 18 રીંછ, 10 દીપડા સહિત અન્ય 413 વન્ય પ્રાણીઓ નોંધાયા હતા. તો ગત વર્ષે ગણતરી હાથ ધરવામાં આવી હતી, જે મુજબ 30 રીંછ, 26 દીપડા સહિત કુલ 714 અન્ય વન્ય પ્રાણીઓ નોંધાયા હતા. એટલે કે 2016માં કુલ 413 જેટલા વન્ય પ્રાણીઓ નોંધાયા હતા, જયારે 20022માં હાથ ધરાયેલ ગણતરીમાં 714 વન્ય પ્રાણીઓ નોંધાયા હતા. જો ચાલુ વર્ષે વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવે તો વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થાય તેમ છે.
બાઈટ: એમ.ડી. દેસાઈ, ફોરેસ્ટર
બાઈટ: વનરાજસિંહ ચૌહાણ, સબ ડીએફઓ, હિંમતનગર
2022માં થયેલ ગણતરીના આંકડા:
જંગલી ભુંડ- 336
નીલ ગાય- 88
જંગલી બિલાડી- 63
લોકડી- 58
રીંછ- 30
દીપડા- 26
ઝરખ- 29
શિયાળ- 29
ચોશીંગા-31
શાહુડી- 8
વણીયાર- 5
વરુ- 1
ઉડતી ખિસકોલી -1
કુલ- 714 જેટલા પ્રાણીઓ
આમ તો છેલ્લાં કેટલાય સમયથી ઈડર-વડાલી સહિત હિમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ અનેકવાર દેખા દીધી છે. તો છેલ્લા 15 દિવસમાં 3થી વધુ જગ્યાએ પશુઓનાં મારણ પણ થયા છે. એક તરફ જિલ્લાના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની વખતો-વખત ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે, તો બીજી તરફ ચાલુ વર્ષે વન્ય પ્રાણીઓની ગણતરીમાં અલગ-અલગ તાલુકાઓના આવેલા જંગલ વિસ્તારોમાં 123થી વધુ પોઈન્ટ ફાળવણી કરવામાં આવી હતી. તેમાં કર્મચારીઓ દ્વારા ગણતરી હાથ ધરાઈ રહી છે.
આ ગણતરીમાં 123 ફોરેસ્ટ અધિકારીઓ સહિત કર્મચારીઓ અને 120થી વધુ રોજમદારો દ્વારા અલગ-અલગ પોઈન્ટ પર તારીખ 5 મે રાતથી 6 મે વહેલી સવારે પ્રાથમિક ગણતરી 6 મે રાતથી 7મે સવાર સુધી અને 8મી મે તુણાલી પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે. આમ તો આ ગણતરી માટે જ્યા માંસાહારી પ્રાણીઓની અવરજવર રહેતી હોય છે, તેવા પીવાના પાણીના સ્ત્રોત પાસે માંચડા અને અવાવરું જગ્યાએથી નિરીક્ષણ કરી પગલાની નિશાની, અવાજ, મળ અને નરી આંખે જોયેલ વન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવી છે. બાદમાં અલગ-અલગ પોઈન્ટની વિગતો મુખ્ય કચેરીએ મોકલ્યા બાદ વન્ય પ્રાણીઓની સંખ્યા નક્કી કરવામાં આવશે. પરંતુ, આ વખતે તમામ પ્રકારના પ્રાણીઓની ગણતરી કરવામાં આવશે અને બાદમાં તમામ જીવોના આંકડાઓ જાહેર કરવામાં આવશે
બાઈટ: શ્રેયાંશ પટેલ, ડીસીએફ, સાબરકાંઠા
એક તરફ જંગલ વિસ્તાર તો બીજી તરફ ખેતીલાયક ખેતરો પણ આવેલા છે. ત્યારે ગણતરીમાં વન્ય પ્રાણીઓની સંખ્યા વધવાની સંભાવનાઓ છે. ત્યારે અનેકવાર ગ્રામ્ય પંથકની સીમમાં દીપડા, રીંછ સહિત અન્ય જીવોના વધતા જતા આંકડાઓ સ્થાનિક ગ્રામજનો તેમ જ ખેડૂત જગત માટે ભયનો માહોલ ઊભો કરે તો નવાઈ નહીં.