હેલ્ધી અને મજબૂત વાળ બધાને જ ગમતા હોય છે. પણ આજના સમયમાં વ્યવસ્થિત જીવનશૈલી ના કારણે આપણે પોતાના વાળનું સારી રીતે ધ્યાન રાખી શકતા નથી. આવી પરિસ્થિતિમાં વાળને લગતી અનેક સમસ્યાઓ આપણને થતી હોય છે. તેમાંથી વાળ ખરવા અને કમજોર થવા મુખ્ય છે. જો વાળનું યોગ્ય રીતે વિકાસ થાય તો વાળનો ગ્રોથ સારી રીતે થઈ શકે છે. આના માટે તમારે કેમિકલ યુક્ત ટ્રીટમેન્ટ થી દૂર રહી અમુક નેચરલ ઉપાયો અપનાવવા જોઈએ. નેચરલ ઉપાયો પણ વાળ માટે ફાયદાકારક બની શકે છે. ઘરે જ હાજર વસ્તુઓનો ઉપયોગ કરી વાળને હેલ્ધી અને મજબૂત બનાવી શકાય છે. આજે અમે તમારા માટે અમુક દેશી ઉપાયો લઈને આવ્યા છીએ.
વાળ માટે કાંદા નો ઉપયોગ કરી શકાય છે. કાંદામાં સલ્ફરનું પ્રમાણ હોય છે. જે બ્લડ સર્ક્યુલેશન સારું બનાવે છે. આનાથી તમારા વાળ નો ગ્રોથ સારો થાય છે. કાંદાનો રસ કાઢી તેમાં થોડું મધ એડ કરો. બંને વસ્તુને મિક્સ કરી વાળની સ્કેલ્પમાં સારી રીતે એપ્લાય કરો. હવે તેને 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ વાળને માઈલ્ડ શેમ્પુથી ધોઈ લો. આવું કરવાથી વાળનો ગ્રોથ સારો થાય છે. આ સિવાય તમે મહેંદી પાવડર નો પણ ઉપયોગ કરી શકો છો. મહેંદી પાવડરમાં થોડું દહીં એડ કરી મિશ્રણ બનાવો. તેને વાળમાં લગાવો. ત્યારબાદ આ મિશ્રણને સુકાવા દો. જ્યારે તે સુકાઈ જાય તો માથું ધોઈ લો. આવું કરવાથી પણ તમારા વાળમાં શાઇન આવે છે. સાથે જ વાળના ગ્રોથમાં પણ મદદ મળે છે. ઈંડાનો ઉપયોગ પણ તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે. આના માટે ઈંડાના વાઈટ ભાગને લઈ વાળમાં સારી રીતે એપ્લાય કરો. તેને અડધા કલાક સુધી રહેવા દો. ત્યારબાદ વાળને ધોઈ લો. આવું કરવાથી તમારા વાળમાં નેચરલ શાઈન આવે છે.
દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.