રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરી વધતી જઈ રહી છે. પોલીસનો જાણે કંટ્રોલ ક્યાંકને ક્યાંક ઓછો પડતો હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં દિવસે ને દિવસે વધતો જતો ગુનાખોરીનો ગ્રાફ હવે ચિંતાનો વિષય બની ગયો છે. નરાધમોને જાણે હવે કાયદા વ્યવસ્થાની બાઈક જ ન હોય તેમ ખુલ્લે આમ ક્રાઇમ કરી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ડુપ્લીકેટ સીરપ બનાવતી ફેક્ટરી પકડાઈ છે. ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ તો જાણે હવે આમ વાત થઈ ગઈ છે. વેપારી પૈસા કમાવા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે. પરંતુ હવે તો દવામાં પણ ભેળસેળ શરૂ થઈ ગઈ છે. વ્યક્તિ લાલચુ બની પૈસા કમાવવા હવે દવામાં પણ ભેળસેળ કરી રહ્યા છે. પોલીસ દરોડા દરમ્યાન ડુપ્લીકેટ આયુર્વેદિક સીરપ બનાવતી ફેક્ટરી મળી આવી છે. રાજકોટનાં શપરમાં આયુર્વેદિકનું ડુપ્લીકેટ સીરપ બનાવતી ફેક્ટરી ધમધમી રહી હતી જેની બાતમી મળતા પોલીસ ટીમ ત્યાં આવી પહોંચી હતી અને ત્યાં હાજર એક શખ્શની ધરપકડ કરવામાં આવી હતી તથા પોલીસે બધું મળી કુલ ૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. એને આગળની કાર્યવાહી હાથ ધરી છે.