લોકસભાની ચૂંટણી ગુજરાત કોંગ્રેસમાં ઘણા બદલાવો આવી રહ્યા છે. હવે કોંગ્રેસ પણ ભાજપની જેમ ગુજરાતના દરેક જિલ્લામાં પોતાના આધુનિક કાર્યાલયો શરુ કરવાની છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તાજેતરના ભૂતળકાળમાં દિલ્હીની મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલ સાથે વાતચીત કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસની પ્રદેશ કાર્યાલય સહીત 98 પ્રોપર્ટી છે જેનું આ બેઠકમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું હતુ અને આગામી ચૂંટણીલક્ષી ચર્ચા પણ કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે કોંગ્રેસની જે પ્રોપર્ટીની સમીક્ષા કરવામાં આવી, તેમાં કોંગ્રેસ કાર્યાલયનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસે 2011થી પ્રોપર્ટી સાફ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જે આખા દેશમાં કરવામાં આવી હતી. જેમાં દરેક પ્રોપર્ટીને કાયદાકીય પ્રક્રિયા દ્વારા કોંગ્રેસના નામે કરવામાં આવી. કોઈ પ્રોપર્ટી પણ હજુ પણ દબાણ ચાલુ છે, જેને દૂર કરવા માટે કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે. આ પ્રક્રિયા ઝડપી બનાવવાની સૂચના આ બેઠકમાં આપવામાં આવી હતી.
ગુજરાતના ઘણા જજિલ્લાઓમાં કોંગ્રેસની ઓફિસ ભાડેથી ચાલે છે, તો આ માટે પણ જ્યાં કોંગ્રેસના પોતાના કાર્યાલય નથી અને ભાડેથી ઓફિસ ચાલે છે ત્યાં પોતાના કાર્યાલયો થાય એવા પ્રયાસો કરવાની સૂચના આપી હતી. આ માટે જૂની સંપત્તિને વેચીને નવી જગ્યા લેવા માટે એ રકમ વાપરવાની પણ સૂચના આપવામાં આવી.