ગુજરાતમાં ચૂંટણી પ્રચાર વચ્ચે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં સરકાર બનાવવાનો મોટો દાવો કર્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પુરી તાકાત સાથે લડી રહી છે. તેમ તેમણે કહ્યું હતું.
ગુજરાતમાં બે તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સતત જાહેર સભાઓ કરી પાર્ટીના ઉમેદવાર માટે મત માંગી રહ્યા છે. દરમિયાન, અરવિંદ કેજરીવાલે આજે એક ચૂંટણી સભાને સંબોધિત કરીને જીતને લઈને મોટો દાવો કર્યો છે. ચૂંટણી સભાને સંબોધતા પહેલા, સીએમ અરવિંદ કેજરીવાલે જનતાને ગુજરાતીમાં કેમ છો, મજામાં પૂછ્યું, ત્યારબાદ તેમણે ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કર્યો. બીજેપી ગુજરાત મેં જા રહી હે, આમ આદમી પાર્ટી આ રહી હે તેમ હિન્દીમાં કહ્યું હતું.
આમ આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની તર્જ પર જ ચૂંટણી લડતી જોવા મળી રહી છે. દિલ્હી અને પંજાબ બાદ હવે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ગેરન્ટી કાર્ડ આપીને જનતાને વોટ માટે અપીલ કરી રહ્યા છે. દિલ્હીમાં સીએમ અરવિંદ કેજરીવાલ 300 યુનિટ સુધી મફત વીજળી, સારી આરોગ્ય વ્યવસ્થા અને અલગ-અલગ જગ્યાએ શાળાઓ બનાવવાનું વચન આપી રહ્યા છે.
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, હમણાં જ એક સર્વે આવ્યો છે, સર્વેમાં સામે આવ્યું છે કે બીજેપી ગુજરાત છોડી રહી છે અને આમ આદમી પાર્ટી આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, મિત્રો, હવે એ નક્કી થઈ ગયું છે કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના શાસનનો અંત આવવા જઈ રહ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. હું જ્યાં જોવું છું ત્યાં લોકો પરિવર્તનના નારા લગાવી રહ્યા હતા.