રાજકોટમાં તસ્કરોની ભારે તરખાટ: કારખાનામાંથી લાખોની કિંમતના વાયર ઉઠાવી ગયા રાજકોટમાં ક્રાઈમ રેટ વધતો જઈ રહ્યો છે. ચોરી, લૂંટફાટ, તસ્કરી હવે જાણે આમ વાત થઈ ગઈ છે. પોલીસનો ખોફ હવે જાણે ઓસરી ગયો હોય તેમ નરાધમો ગુનાહ આચરે છે. કાયદા વ્યવસ્થાની બીક રાખ્યા વગર જાણે ખુલ્લું મેદાન મળી ગયું હોય તેમ ગુનેગાર ગુનાહ આચરે છે. ત્યારે વધુ એક તસ્કરોનો બનાવ સામે આવ્યો છે. જેમાં તસ્કરોએ કારખાનામાંથી લાખોની કિંમતનો વાયર ચોરી ગયા. મળતી માહિતી અનુસાર રાજકોટમાંબ્રહેતબને રાજકોટમાં આવેલ કોટડાસાંગાણીમાં ફેક્ટરી ધરાવતા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમને પોલીસને જણાવ્યું છે કે પોતે રાજકોટમાં નાના મવા પાસે રહે છે અને કોટડાસાંગાણીમાં ફેક્ટરી ધરાવે છે. રાત્રિના સમયે તેની ફેકટરીમાં આવી તસ્કરોએ કુલ ૧.૬૨ લાખની કિંમતનો છ હજાર મીટર લાંબો કોપર વાયરની તસ્કરી કરી ભાગી ગયા હતા. જેની જાણ થતાં તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફેકટરીમાં સીસીટીવી કેમેરા હોવાથી તસ્કરો તેમાં કેદ થાય છે. તે સીસીટીવી કેમેરા દેખાતા શખ્શોની શોધખોળ પોલીસે આદરી છે.