હળવદ: કવાડિયાના પાટીયા પાસે ST બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, 5 લોકો ઘાયલ
હળવદમાં આજે સવારે કવાડિયાના પાટીયા પાસે ST બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેને પગલે ST બસના ડ્રાઇવર સાઈડના ભાગ નો બુકડો બોલી ગયો હતો અને અકસ્માત એટલો ગંભીર હતો કે બસના ડ્રાઈવરને અનેક ઇજાઓ પહોંચી હતી જ્યારે બસમાં સવાર ચાર જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે ખેડબ્રહ્મા ભુજ રુટની ST બસ હળવદ ખાતેથી પસાર થઈ રહી હતી ત્યારે કવાડિયાના પાટિયા પાસે ડ્રાઈવરે કાબુ ગુમાવી દેતા બસ રસ્તા પર જતાં ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. જેને પગલે અકસ્માત સર્જયો હતો.
જેમાં ST બસનો ડ્રાઈવર સાઈડના ભાગનો બુકડો બોલી ગયો હતો. અને બસ ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે બસમાં સવાર ૪ જેટલા મુસાફરો પણ ઘાયલ થયા હતા. અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો અને સ્થાનિકો દ્વારા સત્વરે 108 ને જાણ કરવામાં આવી હતી.
જેને પગલે 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ બસ ડ્રાઇવર અને મુસાફરો સારવાર હેઠળ છે સમગ્ર બનાવવા અંગેની જાણ MLA પ્રકાશભાઈ વરમોરા ને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો