એક અભ્યાસ જણાવે છે કે કોવિડ-19 મહામારી પછી બાળકો અને કિશોરોમાં ટાઇપ 1 ડાયાબિટીસના કેસમાં વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાળકો પર તેના ગંભીર પરિણામો આવી શકે છે. જામા નેટવર્ક ઓપનમાં પ્રકાશિત થયેલો આ અભ્યાસ 19 વર્ષથી ઓછી વયના 1,02,984 યુવાનો સહિત 42 રિપોર્ટના આધાર પર કરવામાં આવ્યો.
ટાઈપ 2 ડાયાબિટીસના કેસોમાં વધારો –
અભ્યાસના પરિણામોમાં જાણવા મળ્યું છે કે ટાઈપ 1 ડાયાબિટીસનો દર પહેલા વર્ષ કરતાં 1.14 ગણો વધારે છે. કોવિડ રોગચાળો શરૂ થયા પછી બીજા વર્ષમાં તે 1.27 ગણો વધુ છે. બાળકો અને કિશોરોમાં ટાઇપ 2 ડાયાબિટીસના કેસોમાં પણ વધારો થયો છે.
અભ્યાસમાં ડાયાબિટીક કીટોએસિડોસિસ (DKA)ના ઉચ્ચ દર પણ જોવા મળી. આ દર રોગચાળા પહેલા કરતા 1.26 ગણો વધારે છે. ટાઈપ 1 ડાયાબિટીસ સૌથી સામાન્ય અને ગંભીર છે, જે જીવન માટે જોખમી હોઈ શકે છે. જ્યારે શરીરમાં રક્ત ખાંડનો ઊર્જા તરીકે ઉપયોગ કરવા માટે કોષોમાં પૂરતું ઇન્સ્યુલિન ન હોય ત્યારે તે વિકસિત થાય છે.
કિશોરોમાં જોવા મળ્યા ડાયાબિટીસના લક્ષણો –
કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સંશોધકોની એક ટીમે જણાવ્યું કે ડાયાબિટીસથી પીડિત બાળકો અને કિશોરોની વધતી જતી સંખ્યામાં સંસાધનોની વૃદ્ધિની જરૂર છે. અમને રોગચાળા દરમિયાન બાળકો અને કિશોરોમાં ડાયાબિટીસના ચિહ્નો જોવા મળ્યા છે. ટીમે કહ્યું, આ ચિંતાજનક છે. આ લાંબા સમય સુધી દર્દીને અસર કરે છે. જેના કારણે મોતનો ખતરો પણ રહે છે.
ત્યારે સંશોધકોએ કહ્યું કે તે સ્પષ્ટ નથી કે કેસોમાં વધારો કયા કારણોથી થઈ છે, કેટલાક સિદ્ધાંતો એવા છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે કોવિડ સંક્રમણ પછી બાળકોમાં ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. બાળકોની જીવનશૈલીમાં બદલાવ અને તણાવ પણ તેનું કારણ હોઈ શકે છે.