જો તમને લાગે છે કે આલ્કોહોલ (દારૂ)થી વધુ નુકસાનકારક બીજું કંઈ નથી તો તમે ખોટા છો. તમારી સામાન્ય લાગતી આદતોમાંથી એક તમારા 100 વર્ષ જીવવાનું સપનું તોડી શકે છે. આ ખરાબ આદતથી ડાયાબિટીસ, હાર્ટ એટેક, સ્ટ્રોક, હાઈ બીપી, કેન્સર પણ થઈ શકે છે. તેથી, તેને તાત્કાલિક બદલવા માટે પગલાં લેવા જોઈએ.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, બેઠાડું જીવનશૈલી વ્યક્તિના મૃત્યુનું જોખમ વધારી શકે છે. તેના પરિણામોને હળવાશથી લઈ શકાય નહીં. અગાઉના ઘણા એવા સંશોધનો પણ છે જેમાં શારીરિક પ્રવૃત્તિ ન કરવાના ગેરફાયદા પણ દર્શાવ્યા છે.
9થી 10 કલાક બેસી રહેવાની આદત
આજકાલ લોકોને કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કરવું પડે છે, સરેરાશ એક કર્મચારી દિવસમાં 9થી 10 કલાક બેસી રહે છે. કેટલાક લોકોને ફિઝિકલ એક્ટિવિટી ન કરવાની આદત હોય છે અને તેઓ આખો દિવસ બેડ કે સોફા પર આડા પડીને વિતાવે છે. એક અભ્યાસ મુજબ, આવી બેઠાડુ જીવનશૈલીને વહેલા મૃત્યુના જોખમ સાથે જોડ્યું છે.
મીડિયા અહેવાલ અનુસાર, એક સંશોધનમાં વિકસિત દેશોના 50 વર્ષથી વધુ ઉંમરના અંદાજે 12,000 વ્યક્તિઓના મેડિકલ રેકોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સહભાગીઓએ ઓછામાં ઓછા 2 વર્ષ સુધી અઠવાડિયામાં ઓછામાં ઓછા ચાર દિવસ ફિઝિકલ એક્ટિવિટી ટ્રેકિંગ ડિવાઇઝનો ઉપયોગ કરવાનો હતો. તેને દરરોજ સરેરાશ 10 કલાક સુધી લગાવીને રાખવું પડ્યું હતું, જેના આધારે જાણવા મળ્યું કે કામ કરનાર વ્યક્તિ દરરોજ લગભગ 9થી 10 કલાક બેસે છે અથવા અન્ય લોકો તેટલા કલાકો સુધી નિષ્ક્રિય રહે છે.
પરિણામ આશ્ચર્યચકિત
સંશોધકોએ આરોગ્ય ડેટા અને મૃત્યુની નોંધણીઓને લિંક કરી અને જાણવા મળ્યું કે 12 કલાકથી વધુ સમય સુધી બેઠેલા 7 ટકા સહભાગીઓ 5 વર્ષના ફોલો-અપ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. આ જોખમ એવા સહભાગીઓ માટે વધારે હતું જેઓ દિવસમાં 12 કલાક બેઠા હતા અને દરરોજ 22 મિનિટથી ઓછી શારીરિક પ્રવૃત્તિ કરતા હતા. જેઓ દરરોજ ઓછામાં ઓછી 22 મિનિટની શારીરિક પ્રવૃત્તિ કરે છે તેમને વહેલા મૃત્યુનું જોખમ ઓછું હતું.
સંશોધકોની સલાહ
લાંબા સમય સુધી બેસી રહેવાથી થતી સમસ્યાઓને ઓછી કરવા માટે ઓછામાં ઓછી 22 મિનિટ કસરત કરવી જોઈએ. આ વહેલા મૃત્યુના જોખમને મોટા પ્રમાણમાં ઘટાડે છે. તમે તમારી જીવનશૈલી મુજબ તમારા વર્કઆઉટ રૂટીનને અઠવાડિયામાં વહેંચી શકો છો. તમે દૈનિક સાયકલિંગ, પ્રતિકારક તાલીમ અને બાગકામ દ્વારા પણ આ જોખમ ઘટાડી શકો છો.
(Disclaimer: પ્રિય વાચકો, આ લેખમાં દર્શાવેલ તમામ સલાહ અને સૂચનાઓ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવી જોઈએ. આ લેખમાં આપેલ તમામ માહિતી અને સૂચનાઓ અલગ અલગ માધ્યમ અને સામગ્રીથી એકત્ર કરવામાં આવી છે. અમે તેની પૃષ્ટિ કે દાવો કરતા નથી. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)