રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારે તેમના ભત્રીજા અજિત પવારના સૂચનની મજાક ઉડાવી છે કે તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવી જોઈએ. તેમણે કહ્યું કે, તેઓ કામ કરવાનું ચાલુ રાખશે. કારણ કે, પાર્ટીના કાર્યકરો ઈચ્છે છે કે તેઓ કામ કરતા રહે. અજિતની ટિપ્પણી વિશે પૂછવામાં આવતા પવારે કહ્યું, “શું તમે જાણો છો કે મોરારજી દેસાઈ કઈ ઉંમરે વડાપ્રધાન બન્યા હતા?” મારે વડાપ્રધાન કે મંત્રી બનવું નથી, પરંતુ લોકોની સેવા કરવી છે. અજિત પવારે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે, 83 વર્ષની વયે તેમના કાકાનો નિવૃત્ત થવાનો સમય આવી ગયો છે.
હું થાક્યો નથી, હું નિવૃત્ત નથી, હું અગ્નિ છું: શરદ પવાર
તેઓ હજુ વૃદ્ધ થયા નથી એવો દાવો કરતાં શરદ પવારે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના શબ્દોનો પડઘો પાડતાં કહ્યું હતું કે, ના થકે હુએ હૈ, ના સેવાનિવૃત્ત હુએ હૈ. એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પવારે કહ્યું, “મને નિવૃત્ત થવાનું કહેનારા કોણ છે? હું હજુ પણ કામ કરી શકું છું. હું થાક્યો નથી, હું નિવૃત્ત નથી, હું અગ્નિ છું.”
અજિત પવારની ટિપ્પણી પછી, જેમાં તેમણે કહ્યું હતું કે, તેઓને સાઇડલાઇન કરવામાં આવ્યા કારણે કે તેઓ કોઈના (શરદ પવારના) પુત્ર નથી. પરિવારમાં ઉત્તરાધિકારના આ યુદ્ધ અંગેના પ્રશ્નના જવાબમાં પીઢ રાજનેતાએ કહ્યું, હું આ વિષય પર વધુ કંઈ કહેવા માંગતા નથી. પરિવારની બહાર પરિવારના મુદ્દાઓની ચર્ચા કરવી મને પસંદ નથી. પવારે કહ્યું કે, અજિતને મંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની પુત્રી સુપ્રિયા સુલેને કોઈ મંત્રીપદ આપવામાં આવ્યું ન હતું, જ્યારે તે શક્ય હતું. તેમણે કહ્યું કે, જ્યારે પણ એનસીપીને કેન્દ્રમાં મંત્રીપદ મળ્યું, તે અન્યને આપવામાં આવ્યું, પરંતુ સુપ્રિયાને સાંસદ હોવા છતાં તે મળ્યું નહીં.
છગન ભુજબળ વિસ્તારમાં શરદ પવારની રેલી
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળના કેબિનેટમાં અજિત અને NCPના અન્ય આઠ ધારાસભ્યોને સામેલ કર્યાના એક અઠવાડિયા પછી, શરદ પવારે શનિવારે નાસિક જિલ્લાના યેઓલા ખાતે રેલી યોજીને રાજ્યવ્યાપી પ્રવાસની શરૂઆત કરી હતી. તે પાર્ટીના બળવાખોર નેતા અને મંત્રી છગન ભુજબળનો મતવિસ્તાર છે. મુંબઈથી 250 કિમી ઉત્તરે આવેલા નાનકડા શહેર યેઓલાની પવારની પસંદગી, તેમની પાર્ટીના પુનઃનિર્માણની કવાયત શરૂ કરવા માટે, 80 વર્ષીય નેતા દ્વારા પાર્ટીને ફરીથી બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
પ્રફુલ્લ પટેલના આરોપો પર આ જવાબ આપવામાં આવ્યો હતો
પ્રફુલ્લ પટેલના આક્ષેપો કે તેમણે તેમની પુત્રી સુપ્રિયા સુલેને તમામ સત્તાઓ આપી હતી તે અંગે પૂછવામાં આવતા એનસીપીના વડા શરદ પવારે કહ્યું હતું કે “પાર્ટી કાર્યકરો ઇચ્છતા હતા કે સુપ્રિયા સુલે રાજકારણમાં આવે, તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા. અમે પ્રફુલ પટેલને 10 વર્ષ માટે કેન્દ્રીય મંત્રી પદ આપ્યું. તેઓ લોકસભાની ચૂંટણી હારી ગયા, તે પછી પણ અમે તેમને રાજ્યસભાની બેઠક આપી.