કુટિર ઉદ્યોગો, સૂક્ષ્મ લઘુ અને મઘ્યમ ઉદ્યોગોની વિવિઘ યોજનાઓ અંતર્ગત માર્ગદર્શન તથા વિવિધ યોજનાઓ હેઠળ લાભોનું વિતરણ માટે જિલ્લા ઉદ્યોગ કેંદ્ર પાટણ તથા સિદ્ધપુર જી.આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્રારા આયોજિત સેમિનાર કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત ના અધ્યક્ષાસ્થા ને યોજાયો હતો.
કેબિનેટ મંત્રીએ સ્ટોલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ કાર્યકમને સંબોધતા જણાવ્યું, કે સિદ્ધપુર વિસ્તારમાં વિકાસોના કામ કરવાનું આયોજન છે. ઉદ્યોગ ક્ષેત્રેની વિવિઘ યોજનાનો લાભ લઇ લાભાર્થીઓ આ સહાયનો સારી રીતે ઉપયોગ કરે તે જરુરી છે. સરકારના પ્રયત્નોને લિધે આજે ગુજરાત નંબર 1 છે અને એમના પ્રયત્નોના લીધે જ આજે ભારત દેશ વિશ્વ ગુરુ બનવા જઇ રહ્યું છે .
કેબિનેટ મંત્રીએ જણાવ્યુ કે આપણે બધા ભેગા મળીને સિદ્ધપુર નંબર 1 બને તે રીતનું કામ કરવાનુ છે. સરકારની યોજનાઓનો લાભ લેવો એ લોકોનો હક છે આ હક અપાવવા આપને માધ્યમ બની રહ્યા છીએ એ વાતનો આનંદ છે. જિલ્લા વહીવટી તંત્ર સિદ્ધપુરના ગામડાઓની મુલાકાત લેશે ત્યારે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા આપ પ્રેરિત થશો. માનવગરીમા યોજનાઓ લાભ લેવા કેબિનેટ મંત્રીએ અનુરોધ કર્યો હતો.
સિદ્ધપુરમાં ગામતળના પ્રશ્ન પણ ઉકેલવવામાં આવી રહ્યો છે.સિદ્ધપુર વિસ્તારની શાળાઓ RO વગરની ના રહે તે રીતનું આયોજન કરવામાં આવનાર છે. મંત્રીએ યુવાઓને અનુરોધ કરતા જણાવ્યું કે તમે વતનમાં રહીને રોજગારી મેળવી અથવા સ્ટાર્ટ અપ જેવા ઉદ્યોગો શરુ કરો.તમને આ બાબતમાં કોઇ જ તકલીફ હોય તો ઉદ્યોગ વિભાગ દ્વારા તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે.
આ કાર્યક્રમના અંતે લાભાર્થીઓના અંતે ગાંધીજીના ચરખાનું વિતરણ, માનવકલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને કિટનું વિતરણ, આંગણવાડીમાં રસોડા સેટનું વિતરણ, વાજપેઇ બેંક લોન ચેકનું વિતરણ, નિશાળોમાં RO પ્લાન્ટનુ વિતરણ કરવામાં આવ્યું અને જિલ્લાના 451 લાભાર્થીઓને 1કરોડથી વધુનો લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નગરપાલીકાના પ્રમુખ કૃપાબેન આચાર્ય, કલેક્ટર અરવિંદ વિજયન, અધિક નિવાસી કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, DRDA નિયામક આર. કે.મકવાણા, મહિલા અને બાળ ચેરમેન સેજલબેન દેસાઇ, સંગઠનના હોદ્દેદારો દશરથભાઇ ઠાકોર, નંદાજી ઠાકોર, ભાવેશભાઇ, વિક્રમભાઇ, જશુભાઇ, શંભુભાઇ, મનીષભાઇ, અંબુભાઇ ઠાકોર અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.