રેસીડન્સી અને ઇન્ડસ્ટ્રી માટે પાણીની જરૂરીયાત માટે આવનાર 50 વર્ષ સુધીનું આયોજન મહાનગર પાલિકા કરી રહી છે તે પણ પહેલુ દેશમાં સુરત શહેર છે. તેમ સી.આર.પાટીલે આજે સુરત ખાતે આયોજીત પીએમ મીત્ર પાર્ક ના એમોયુ હસ્તાક્ષર સમારોહ દરમિયાન આ વાત કહી હતી.
વધુમાં કહ્યું કે, ગુજરાતમાં ઉદ્યોગકારોને તેમની અને તેમના પ્લાન્ટની સીક્યુરિટી મળી રહે છે. ગુજરાતમાં સ્કીલ લેબર પ્રમાણમાં સસ્તુ મળી રહે છે. ગુજરાતમાં વેપારીઓને સરળતાથી પાવર મળી રહે છે, મહારાષ્ટ્રના નવાપુરમાં એક રૂપિયામાં પાવર આપીશું તેમ કહી એમઆઇજીડીસી સ્થાપવામાં આવી.વેપારીઓએ ત્યા પ્લોટ લીધા પરંતુ તેમને પાવર મળ્યો નહી તેના કારણે તેમને નુકશાન થયું.
ગુજરાત પાવરમાં સરપ્લસ હોવાથી સરળતાથી ઇન્ડસ્ટ્રી માટે પાવર મળી રહે છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર અંદર કોઇ રજૂઆત કરવામાં આવે ત્યાર પછી તેમની જરૂરિયાતને પુરી કરવા હમેંશા સરકાર તત્પર હોય છે. લોકો અને ઇન્ડસ્ટ્રી માટે પાણીની જરૂરીયાત માટે આવનાર 50 વર્ષ સુધીનું આયોજન મહાનગર પાલિકા કરી રહી છે તે પણ પહેલુ દેશમાં સુરત શહેર છે. પીએમમીત્ર પાર્ક બન્યા પછી નવસારી જિલ્લાના એક પણ વ્યકિતને નોકરી કરવા ગામ નહી છોડવું પડે તેવો વિશ્વાસ છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી દર્શનાબેન જરદોશએ જણાવ્યું કે, સુરત વેપાર માટે મીની ભારત તરીકે જાણીતુ છે. સાત પાર્કમાંથી આજે પાંચમાં પાર્કનું એમોયુ આજે થયું છે. ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીએ જે પોતે વિકાસ કર્યો છે તેની અંદર આત્મનિર્ભર ભારત તરક આગળ વધવા માટે મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં ઘણુ બધુ કરવાનું બાકી છે તેની રિસર્ચ પણ થઇ રહ્યુ છે. આવનાર સમયમાં કાપડ ઉદ્યોગ તેમજ ગાર્મેન્ટ ક્ષેત્રેમાં કેવી રીતે વધુ સારુ કામ થઇ શકે તે મુદ્દે જણાવ્યું હતું. સુરતનું આ પાર્ક સમગ્ર દેશમાટે ઉદાહરણ રૂપ બની રહેશે તેવી આશા છે.